વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા. 31 ઓકટોબર-2021 સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. 01/02/2020 મુદત વીતી ગયેલા ( Expired )દસ્તાવેજો તા.31/10/2021 સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે.એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાનએન્ફોર્સમેન્ટઅધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.