Tuesday, November 12, 2024
HomeGujaratરાજ્યના શિક્ષકોના શૈક્ષણિક સિવાયના બિનજરૂરી ભારણ દુર કરવા શિક્ષણ સચિવ સમક્ષ...

રાજ્યના શિક્ષકોના શૈક્ષણિક સિવાયના બિનજરૂરી ભારણ દુર કરવા શિક્ષણ સચિવ સમક્ષ માંગ

Advertisement

રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો પાસે લેવામાં આવતી વિવિધ પ્રકારની કામગીરીઓ,એકમ કસોટીઓ, સ્કૂલ ઓફ એક્સલન્સ, કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ નું ડેટા કલેક્શન અને CCCની કામગીરી સહિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અભ્યાસ સમિતિના કુલ 25 પૈકી 22 હાજર સભ્યો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ,પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશભાઇ જોશી, માધ્યમિક શિક્ષણ નિયામક એચ.એન.ચાવડા, .જી.સી.ઈ.આર.ટી.નિયામક ટી.એસ.જોષી સાથે બપોરે બે વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી મેરેથોન બેઠક મળી હતી.આ બેઠકમાં તમામ પ્રાથમિક, માધ્યમિકની ટીમને પોતાની વાત રજુ કરવાની તક આપી હતી.આ બેઠકમાં પ્રાથમિક શાળા, શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નો જેવા કે એકમ કસોટીઓ ઓછી કરવામાં આવે, બી.એલ.ઓ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે.


ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવામાં આવે, પાઠ્યપુસ્તકો સમયસર મળે શિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રાખવામાં આવે, તેવી માંગ કરી હતી બીજી તરફ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો જેમાં બદલી થયેલા શિક્ષક મિત્રોને કોઈ બાધ વગર ઝડપથી છુટા કરવામાં આવે,તાલુકા બહાર ગયેલા શિક્ષકોને પોતાના તાલુકામાં સમાવેશ કરવામાં આવે,વતનનો નિયમ દુર કરી બદલી નો લાભ આપવામાં આવે,વધ થયેલા એચ.ટાટ.અને શિક્ષકોને પરત લાવવામાં આવે,વ્યાયામ શિક્ષકોને સળંગ એકમમા ગણવામાં આવે, પગાર ફિક્શેશન માટે એસ.બી ખૂબ ઓછ સમયમાં એલ.એફ.કચેરીમાંથી નિકાલ થાય,CRC,BRCના વિષયો સહિત સંગઠને 111 પ્રશ્નો ની ચર્ચા કરી આવી દિવાળી પહેલાં તમામ પ્રશ્નો ઉકેલાશે તેવી ખાતરી આપવામાં આવી અગાઉ ત્રણ દિવસની બેઠક કો દરમિયાન 42 જેટલા લેવાયેલા નિર્ણયોની ફાઈલ ક્લિયર થઈ જશે દિવાળીના દિવસો શિક્ષક મિત્રો આનંદ થી મનાવશે, માધ્યમિક શિક્ષણ, શાળા તથા શિક્ષકોના પ્રશ્નો પ્રવાસી શિક્ષક અંગેની નવી નીતિ નક્કી થયેલ છે. ટૂંક સમયમાં આવી જશે. જેમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધશે.ઉચ્ચતર પગાર ધોરણને ભવિષ્યમાં પી.એફ.એમ.એસ. દ્વારા ઓનલાઇન મંજૂર કરવાનું શરૂ થશે. જેથી ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલનો શ્રેયાન ક્રમાંક ઓનલાઇન પડશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આના કારણે ઉચ્ચતર પગાર ધોરણની મોટા ભાગની ફરિયાદોનો અંત આવશે.

બદલીના કિસ્સામાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓમાં પતિ-પત્નીના કિસ્સામાં એક ની નોકરી ગ્રાન્ટેડ શાળામાં હશે તથા બીજાની પ્રાથમિક શાળામાં હશે તો પ્રાથમિક શાળાના શિક્ષકને દંપતી કિસ્સામાં બદલીનો લાભ મળે તે અંગે નિર્ણય લેવાઈ ગયો છે. ટૂંક સમયમાં જાહેરાત થશે. અત્રે નોંધનીય છે કે આ મુદ્દા અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફાજલના કાયમી રક્ષણની પોલીસીની જેમ જ, ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ મળે તેવી પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી.

ઓનલાઇન કામગીરીમાં પડતી તકલીફ, શાળા દીઠ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન શાળા દીઠ, એકમ કસોટીનો ઝેરોક્ષ ખર્ચ, જૂના શિક્ષક તથા ખાલી જગ્યાઓની ભરતી તેમજ અન્ય બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. આગામી સોમવારે ફરીથી નિર્ણાયક બેઠક બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોની માગણીઓ પૂરી કરવા માટે આપેલું આશ્વાસન આપેલ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW