HomeGujaratમોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ દ્વારા તા.11/04/2026, શનિવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને કારણે કેટલાક વિસ્તારોમાં સવારે 08:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં ચિત્રકૂટ ફીડર હેઠળ નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસપરા, ચાર ગોડાઉન સહિતના વિસ્તારો અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તેમજ સીટી ફીડર હેઠળ મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચી શેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન અને નહેરુ ગેટથી ગ્રીન ચોક સુધીના વિસ્તારોમાં પણ વિજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW