દેશની કાયમની સુરક્ષા સમસ્યા એવા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ માથું ઉચક્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ સ્થળે આંતકીઓએ હુમલો કરી ફરી પોતાનો ખૌફ જમાવ્યો છે ગુરુવારે સવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર સફાકદલ વિસ્તારમાં આવેલ સ્કુલમાંસવારે હથીયાર સાથે આતંકી ઘુસ્યા હતા અને શાળામાં ફાયરીંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં શાળાના મહિલા આચાર્ય સુખવિંદર કૌર અને શિક્ષક દીપક ચંદને ગોળી મારી હત્યા નીપજાવી હતી. ઘટના બાદ આર્મીના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આ વધુ એક મોટો આતંકી હુમલા થી રહ્યા છે .જેમાં પાચ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે આ પહેલા ફામર્સી કારોબારી ની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી તેમજ એક ફેરિયાની પણ આતંકીઓએ ટાર્ગેટ કરી હત્યા કરી હતી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એન એસ એ અજીત ડોભાલ કેન્દ્રીય ગૃહ સચિવ તેમજ અન્ય ટોચના અધિકારીઓની બેઠક ચાલી રહી છે સાંજ સુધીમાં આ અંગે કોઈ ચોકાવનારા આદેશ આવી શકે છે.

