Thursday, December 12, 2024
HomePoliticsસત્તાના મદમાં ભાન ભૂલ્યા હરિયાણાના મુખ્યમંત્રી,પ્રદર્શન કરતા ખેડૂતોને લાકડીથી ફટકારવા કહ્યું

સત્તાના મદમાં ભાન ભૂલ્યા હરિયાણાના મુખ્યમંત્રી,પ્રદર્શન કરતા ખેડૂતોને લાકડીથી ફટકારવા કહ્યું

Advertisement

પ્રદર્શન કારીઓને મારવા હજાર કાર્યકરોની ફોજ,જેલમાંથી છોડાવવાની પણ તૈયાર

ચંડીગઢ :કૃષિ કાનુન મુદે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં બંધારણીય રીતે સમાધાન કરવાના બદલે હરિયાણાની ભાજપ સરકારના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સતાના મદમાં ભાન ભુલી વિવાદિત નિવેદન આપ્યુ હતું અને આ બેલ મુજે માર જેવી ઘાટ સર્જાયો હોય તેમ સામે ચાલીને ખેડૂતોનો વિરોધ માથે લીધો હતો. તેમણે પ્રદર્શન કરતા ખેડૂતોને પાઠ ભણાવવા જણાવ્યું હતું કે દરેક વિસ્તારમાં એક હજાર લઠ્ઠ વાળા છે જેઓ ખેડૂતોનો ઉપાય કરશે. સંવેધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ ખેડૂતો પર હુમલા કરવાની આડકરી રીતે ધમકી આપી એક નવો વિવાદ ઉભો કર્યો છે .

ચંડીગઢમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જ ખેડૂતો વિરૂદ્ધનું નિવેદન આપીને મુખ્યમંત્રીએ વિવાદિત નિવેદન આપી ખેડૂતોનો રોષ માથે વહોરી લીધા છે. તાજેતરમાં હરિયાણામાં કર્નાલમાં ડીએમએ ખેડૂતોના માથા ફોડી નાખવાનો આદેશ આપતો એક વિડીયો સામે આવ્યો હતો જે બાદ તેની સામે કાર્યવાહી ચાલી રહી છે. એવામાં હવે તે જ રાજ્યના મુખ્યમંત્રી જ ડીએમ જેવુ નિવેદન આપી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં મુખ્યમંત્રી પ્રત્યે રોષ વધી શકે છે.


સીએમ ખટ્ટરે જણાવ્યું હતું કે લાકડી ઉઠાવો, ઉગ્ર ખેડૂતોને તમે પણ જવાબ આપો. જોઇ લઇશું. બે ચાર મહિના જેલમાં રહી આવશો તો મોટા નેતા બની જશો. જામીનની ચિંતા પણ ન કરતા. દરેક વિસ્તારમાં લાકડી સાથે એક હજાર લોકો તૈયાર છે. જે ખેડૂતોનો ઇલાજ કરશે. ખટ્ટરે એક રીતે ખેડૂતોની સામે લોકોને ઉશ્કેરવાનો અને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા પણ હતા.


બીજી તરફ આ નિવેદનના પડધા ખેડૂત સંગઠનોમાં પણ પડ્યા હતા.તેમના નિવેદનનો વળતો જવાબ આપતા સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું હતું કે શરમ નેવે મશરમ નેવે મુકીને ખટ્ટરે ભાજપ કાર્યકર્તાઓને લાકડીઓ હાથમાં લઇને ખેડૂતોને માર મારવા માટે ઉશ્કેર્યા હતા. ભાજપના મુખ્યમંત્રી હિંસાનો રસ્તો અપનાવી રહ્યા છે જેની અમે ટીકા કરીએ છીએ. અને માગણી કરીએ છીએ કે તેઓ ત જ માફી માગે અને પોતાના બંધારણીય હોદા પરથી રાજીનામુ આપવાની પણ માંગણી કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW