તા.3 ઑક્ટોબરના રવિવારના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી બબાલમાં હવે રાજકીય સ્પર્શ થયો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત તમામ વિપક્ષ નેતાઓ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તથા પુત્ર આશિષ મિશ્રા તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર સવાલ કરી રહ્યા છે. આ ઉપરાંત સરકારના મંત્રીઓ રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી રહી છે. સોમવારે આ આક્ષેપબાજીના માહોલ વચ્ચે કોંગ્રેસે એક વીડિયો ટ્વીટર પર શેર કરી લખીમપુર ખીરીમાં બનેલી ઘટના અંગે સ્પષ્ટતા કરી છે.
TW: Extremely disturbing visuals from #LakhimpurKheri
— Congress (@INCIndia) October 4, 2021
The silence from the Modi govt makes them complicit. pic.twitter.com/IpbKUDm8hJ
કોંગ્રેસ સિવાય પણ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ તથા અન્ય નેતાઓએ પણ આ વીડિયોનું સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાડી કેટલાક લોકોને કચડીને આગળ જઈ રહી છે. જુદી જુદી વિપક્ષ પાર્ટીઓના નેતાઓએ એવો દાવો કર્યો છે કે, લખીમપુર ખીરીમાં બનેલી ઘટનાનો આ વીડિયો છે. જેમા ખેડૂતોએ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ પર ગાડીથી કચડવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના તિકુનિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. કોંગ્રેસ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, લખીમપુર ખીરીમાંથી પરેશાન કરી દે એવું ચિત્ર, જોકે, આ વીડિયોમાં એવું સ્પષ્ટ દેખાતું નથી કે ગાડી કોણ ચલાવી રહ્યું છે. પણ ગાડીએ એક પાઘડી પહેરેલા વ્યક્તિ પર ચડાવી દેવામાં આવી હતી. એ પછી ગાડીએ અન્ય પણ લોકોને ટક્કર મારી દીધી હતી. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર એકઠા થયેલા હતા. આ વીડિયો વિપક્ષ પાર્ટીઓ સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કોઈ મીડિયા આ વીડિયો અંગે ખાતરી કરતું નથી.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પણ આ વીડિયો શેર કરીને સરકારની ટીકા કરી છે. સંજયસિંહે લખ્યું કે, આ પછી પણ કોઈ પ્રમાણ જોઈએ છે? સત્તાના અભિમાનમાં મસ્ત થયેલા ગુંડાઓએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી. એ લોકોને કચડીને મારી નાંખ્યા. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસે પણ આ વીડિયો શેર કર્યો છે. તેમણે એવું લખ્યું કે, આ છે લખીમપુર ખીરીમાં થયેલી દિલ હચમચાવનારી ઘટનાનો પુરવો. સૌથી દુઃખદ વીડિયો. જે પછી હિંસા ફાટી નીકળી હતી. રવિવારે થયેલા હંગામાથી સમગ્ર લખીમપુરમાં હોબાળો થયો હતો. આ હિંસામાં ચાર ખેડૂત સહિત કુલ આઠ વ્યક્તિઓના મોત થયા છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રાએ ગાડી ખેડૂતો પર ચડાવી દીઈ એને કચડી નાંખ્યા છે. આવો ખેડૂતોનો આરોપ છે. વિપક્ષના નેતાઓએ લખીમપુર પહોંચવા માટે પ્રયત્નો કર્યા હતા. પણ કોઈ સફળ થયું નથી. કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સીતાપુરમાં પકડી લેવાયા હતા. આ સિવાય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટી નેતા સતીશચંદ્ર મિશ્રા સહિત અન્ય નેતાઓ પણ લખિમપુર ખીરી સુદી પહોંચી શક્યા નથી. આ મામલે ખેડૂતોએ કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી છે. બીજી તરફ ખેડૂતના પીડિત પરિવાર માટે સરકારે આર્થિક વળતરનું એલાન કર્યું છે.