HomeGujaratરાજ્યમાં ભૂતિયા રજિસ્ટ્રેશન શોધીને રદ્દ કરવા GST સંબંધિત તમામ વિભાગોને આદેશ, 4000...

રાજ્યમાં ભૂતિયા રજિસ્ટ્રેશન શોધીને રદ્દ કરવા GST સંબંધિત તમામ વિભાગોને આદેશ, 4000 નંબરો શંકાના દાયરામાં લેવાયા

અમદાવાદ, મંગળવાર

   રાજ્યમાં ભૂતિયા રજિસ્ટ્રેશન વડે બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિઓ આચરી અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતા હોવાનું બહાર આવતા સરકાર ચોંકી ઉઠી છે અને આવા તમામ ભૂતિયા રજિસ્ટ્રેશન શોધી કાઢી અને તેને રદ્દ કરવા માટે જીએસટી સંબંધિત તમામ સરકારી વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.

   જીએસટી સંબંધિત તમામ ફિરકા એટલે કે સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીને ભૂતિયા રજિસ્ટ્રેશન શોધી કાઢી અને તેને રદ્દ કરવા માટે ટકોર કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટેટ જીએસટી દ્વારા કોમ્પ્યુટરના ડેટા પૃથ્થકરણના આધારે 4000થી વધુ જીએસટી નંબરોને શંકાના વર્તુળમાં લેવામાં આવ્યા છે અને તેના માટેની સાગમટે સ્થળ ચકાસણી નજીકના દિવસોમાં શરૂ કરવામાં આવે તેવી સંભાવના સૂત્રો જણાવી રહ્યા છે. થોડા સમય અગાઉ એસજીએસટી દ્વારા બે તબક્કામાં 700થી વધુ બોગસ (ભૂતિયા) રજિસ્ટ્રેશન રદ્દ કરાયા હતા. સીજીએસટી દ્વારા પણ આ પ્રકારની કામગીરી આરંભાઇ છે.

   ભૂતિયા જીએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે અત્યારે કોમ્પ્યુટરની મદદથી હાલ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જીએસટી કાયદામાં રજિસ્ટ્રેશનના સરળીકરણના નામે ફક્ત ઓનલાઇન પદ્ધતિથી દસ્તાવેજો અપલોડ કરાવી અને રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવતા હતા અને આ સરળીકરણનો ગેરફાયદો ઉઠાવીને ભેજાબાજોએ જથ્થાબંધ બોગસ રજિસ્ટ્રેશન દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા છે.

જ્યાં દરોડા પડે ત્યાં ભાવનગરનું કનેક્શન ? તંત્ર ચોંક્યું, રાજકોટના સીજીએસટીને ભાવનગરનો વધારાનો હવાલો સોંપાયો
   સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા દેશમાં જ્યાં – જ્યાં જીએસટી સંબંધિત દરોડા પડે છે ત્યાંથી મોટાભાગે ભાવનગરનું જ કનેકશન મળી આવતા દિલ્હીનું તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. ભાવનગરમાં બોગસ બિલિંગના બનાવો અને સપાટી પર આવી રહેલા વિવિધ કેસોને અનુલક્ષીને તંત્ર હવે વધુ ચૌકન્નું બન્યું છે. ભાવનગર સીજીએસટીના કમિશનરના ચાર્જમાં રહેલા અમરજીતસિંઘની જગ્યાએ હવે રાજકોટના સીજીએસટી કમિશનર મદન મોહનસિંઘને ભાવનગર કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW