HomeGujaratવાંકાનેરના ગરબી ચોકમાં અગમ્ય કારણસર છરીના ઘા ઝીકી યુવકની હત્યા

વાંકાનેરના ગરબી ચોકમાં અગમ્ય કારણસર છરીના ઘા ઝીકી યુવકની હત્યા

મોરબી જિલ્લામાં સતત ચાલી રહેલા હત્યાનો સીલસીલો અટકવાનું નામ લઈ રહ્યો નથી જિલ્લામાં ચાલુ મહિનામાં વાંકાનેરમાં હત્યાની ચોથી ઘટના સામે આવી છે. વાંકાનેર શહેરના ગરબી ચોકમાં બે શખ્સ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા એક શખ્સે છરીના ઘા ઝીકી યુવકને ગંભીર હાલતમાં છોડી ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં યુવકનેહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. કરી ફરાર થઈ ગયો હતો બનાવમાં પોલીસે મૃતક યુવકના પરિજનના નિવેદન લઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે સોમવારે સાંજના સમયે કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા ઉ.36 નામના યુવાનને કિશોર મગન કોળી નામના શખ્સ સાથે કોઈ બાબતે ઝઘડો થતા કિશોરે કેશાભાઈને છરીના ઘા ઝીકી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડયો હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત થતા બનાવ હત્યમાં પલટયો હતો.બનાવ બાદ મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક ના પરિવાર ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW