HomeGujaratમોરબીમાં પિતાએ પગાર થયા બાદ મોબાઈલ રીપેર કરવાનું કહેતા સગીરે ફાંસો લગાવ્યો

મોરબીમાં પિતાએ પગાર થયા બાદ મોબાઈલ રીપેર કરવાનું કહેતા સગીરે ફાંસો લગાવ્યો

મોરબીના જૂના ઘુટૂ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં રહેતા એક સગીરનો મોબાઈલ બગડી ગયો હતો જે રીપેર કરવા પિતાએ બાદમાં મોબાઈલ રીપેર કરી દેશે તેમ જણાવતા સગીરે ઓરડીમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


નાના બાળકોમાં મોબાઈલનું વળગણ દિવસે દિવસે વધી રહ્યું છે. એક તરફ ડોકટરો અને હેલ્થ એક્સપર્ટ બાળકોને મોબાઈલનો ખુબ ઓછો ઉપયોગ કરવા પર જણાવે છે. મોબાઈલના અતિરેકના કારણે બાળકોની આંખમાં નુકશાન થતું હોય છે. સ્વભાવ પણ ચીડિયો થઇ રહ્યો છે ધીમે ધીમે આ વળગણ એટલી હદે વધી જતી હોય છે કે જો મોબાઈલ ન મળે તો ન ભરવાના પગલા પણ ભરી રહ્યા છે આવો જ એક બનાવ આજે મોરબીમાં બન્યો હતો મોરબીના જુના ઘુટૂ રોડ પર આવેલ વિકાસ ટાઇલ્સ નામની ફેકટરીના ક્વાર્ટરમાં રહી મજુરી કામ કરતા મૂળ એમપીના રાજેન્દ્રભાઈ એડાર નામના મજુરના 13 વર્ષના પુત્ર સુભાષનો મોબાઈલ બગડી જતા પિતા પાસે મોબાઈલ રીપેર કરવા જણાવ્યું હતું જોકે પિતાએ પગાર થયા બાદ રીપેર કરી આપશે તેમ જણાવ્યું હતું જે બાબતે સુભાષને લાગી આવતા ફેકટરીના ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનો બાળકને સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જે જે ડાંગરે વધુ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW