નોરા ફતેહીની ગણતરી બોલિવૂડની ટોચની ડાન્સર્સમાં થાય છે, જ્યારે ગુરુ રંધાવાના ગીતો ખૂબ જ લોકપ્રિય છે.શનિવારે નોરા અને ગુરુ રંધાવા ગોવાના દરિયા કિનારે જોવા મળ્યા હતા. બંને દરિયા કિનારે ચાલતા અને એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા.
બંનેને આ રીતે એકસાથે જોઈને ચાહકો તેમના ડેટિંગ વિશે અટકળો લગાવી રહ્યા છે. નોરા અને ગુરુના વાયરલ ફોટા પર ચાહકોએ ઉગ્ર ટિપ્પણી કરી છે.એક યુઝરે લખ્યું ‘ન્યુ કપલ’. એકે લખ્યું ‘ચાલો બીજી પરજાઈ મિલ ગયી પંજાબ નુ’. બીજાએ લખ્યું ‘શું આ બંને ડેટિંગ કરી રહ્યાં છે?’ એકે લખ્યું હતું ‘ગુરુ ને ફતેહ કર લી નોરા’. ‘આલિયા-રણબીર પછી હવે તેમનો વારો છે.’ નોરા અને ગુરુ રંધાવાની આ તસવીરો પર અન્ય ઘણા ચાહકોએ પણ તેમના અફેરને લઈને કોમેન્ટ કરી છે. ખેર, નોરા અને ગુરુ રંધાવા ખરેખર ડેટિંગ કરી રહ્યા છે કે પછી આ મ્યુઝિક વિડિયોના શૂટિંગના વાયરલ ફોટા છે,

તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.નોરા અને ગુરુએ મ્યુઝિક વીડિયો ‘નચ મેરી રાની’માં સાથે કામ કર્યું હતું. આ ગીત ઘણું હિટ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે નોરાએ તાજેતરમાં UAEમાં વિડકોન કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં નોરાના પરફોર્મન્સ પર દર્શકો પણ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા.

