HomeGujaratગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ પર વી.સી.ની વિરુદ્ધમાં લખાણ લખાતા ખળભળાટ

ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ પર વી.સી.ની વિરુદ્ધમાં લખાણ લખાતા ખળભળાટ

ગાંધીનગર, રવિવાર

   ગાંધીનગરના સેક્ટર-20માં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ પર ગત રાત્રીનાં અજાણ્યા લોકો દ્વારા કુલપતિ અને સ્ટાફની વિરુદ્ધમાં લખાણ લખી જવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચિલ્ડ્રન યુનિવર્સિટીના મામલે ચાલી રહેલા વિવાદમાં આ ઘટનાથી વધુ નવો વળાંક આવ્યો છે.

   રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 20 ખાતે આવેલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ પર ગઈ રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કુલપતિ અને સ્ટાફની વિરુદ્ધમાં લખાણ લખી જવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી ચિલ્ડ્રન યુનિવર્સિટી એક યા બીજા પ્રકારે વિવાદમાં ઘેરાતી રહી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કુલપતિના પીએને થોડાક સમય પહેલા કોઈક વિદ્યાર્થી સાથે માથાકુટ થઇ હતી. જેમાં મામલો બિચકતા બંને આમને-સામને આવી ગયા અને ફેંટ પકડી લેવા સુધી મામલો પહોંચી ગયો હતો. વી.સી.ના પીએને વિદ્યાર્થી સાથે થયેલી માથાકૂટ અંગે હજુ ત્રણ ચાર દિવસ પહેલાં યુનિવર્સિટી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી હતી. એ ઘટના બાદ ગતરાત્રે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ પર કુલપતિ અને સ્ટાફની વિરુદ્ધમાં લખાણ લખી જવાની બનેલી આ વધુ એક ઘટનાએ સમગ્ર ગાંધીનગરમાં ચકચાર જગાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW