HomeNationalપ્રયાગરાજમાં ગંગા-યમુના સંગમની નીચે મળ્યા પ્રાચીન નદીના પુરાવા, ક્યાંક આ સરસ્વતી નદી...

પ્રયાગરાજમાં ગંગા-યમુના સંગમની નીચે મળ્યા પ્રાચીન નદીના પુરાવા, ક્યાંક આ સરસ્વતી નદી તો નથી !

પ્રયાગરાજ, રવિવાર

   ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજમાં સંગની નીચે એક પ્રાચીન નદીની શોધ કરી છે. તેના માટે હેલિકોપ્ટરથી ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કરવામાં આવ્યો, તેમાં એ વાતના નક્કર પુરાવા મળ્યા છે કે સંગમની નીચે 45 કિલોમીટર લાંબી નદી અસ્તિત્વમાં છે. આ કદાચ પાણીનો મોટો ખજાનો પણ હોઈ શકે છે. એટલે કે સંગમમાં મળી રહેલી ગંગા અને યમુનાના મિલનના સ્થળ નીચે જમીનની અંદર એક પ્રાચીન નદી વહી રહી છે. એવું માનવામાં આવે છે કે આનો સંબંધ હિમાલય સાથે છે. એટલે કે સંગમમાં મળનારી ત્રીજી નદી સરસ્વતી હોવાની સંભાવના છે.

   આ પ્રાચીન નદીના મળવાથી એ માન્યતાને બળ મળે છે કે સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી. જો કે સરસ્વતી નદી દેખાતી નથી. વૈજ્ઞાનિકપણે આ નદી સુકાઈ ગઈ છે. પરંતુ બરાબર આ નદીના પ્રવાહ ક્ષેત્રની નીચે એક પ્રાચીન નદીનું મળવું આશ્ચર્યની વાત છે. આ સ્ટડી સીએસઆઈઆર- એનજીઆરઆઈના વૈજ્ઞાનિકોએ મળીને કર્યો છે. તેમની સ્ટડી તાજેતરમાં જ એડવાન્સ્ડ અર્થ એન્ડ સ્પેસ સાઈન્સ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

   હવે મુદ્દો એ ઉઠે છે કે આખરે નદી શોધવાની જરૂરત કેમ પડી? હકીકતમાં દુનિયાભરની નદીઓમાંથી પાણીના સ્તર ઘટતા જઈ રહ્યા છે. આ સ્થિતિ ગંગા બેસિનની પણ છે. તેની નીચે ઘણાં સ્તરોમાં એક્વીફર સિસ્ટમ છે, જે મોટા પ્રમાણમાં ભારતના ઉત્તરીય મેદાની વિસ્તારમાં રહેતા લોકોને પાણી અને કૃષિની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. પરંતુ ગત કેટલાક દશકાઓથી ગંગા નદીની ઉપર પણ ભારે ખપતનું દબાણ છે. પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે. ઉપરથી નહીં નીચેના એક્વીફર સિસ્ટમનું સ્તર ઘટી રહ્યું છે. તેની અસર પર્યાવરણ, આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત વિષયો પર પડી રહી છે.

   એ જાણવા માટે કે શું ખરેખર ગંગા અને યમુનાના દોઆબ વિસ્તારમાં આ સમસ્યા છે. તપાસમાં ઉજાગર થયું છે કે આ વાતો સાચી છે, આ વિસ્તારમાં નદીઓ પર ખપતનું દબાણ ઘણું વધારે છે. તેના પછી સીએસઆઈઆર-એનજીઆરઆઈના વૈજ્ઞાનિકો સુભાષ ચંદ્રા, વિરેન્દ્ર એમ. તિવારી, મુલાવાડા વિદ્યાસાગર, કાટુલા બી રાજૂ, જોય ચૌધરી, કે. લોહિતકુમાર, એરુગુ નાગઈયા, સતીષ ચંદ્રાપુરી, શકીલ અહમદ અને સૌરભ આર. કુમારે ગંગા-યમુના દોઆબનું થ્રીડી મેપિંગ કરવા માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કરવાનું નક્કી કર્યું. જેથી એ ખબર પડી શકે કે દોઆબ પર પડી રહેલા દબાણની અસર ગંગા અને યમુનાના એક્વીફર સિસ્ટમ પર કેવી રીતે પડી રહી છે, કારણ કે માત્ર આ એક્વીફર સિસ્ટમ જ ભૂજળને રિચાર્જ કરતી નથી, પરંતુ જમીનની અંદર પુરાતન નહેરો હોય છે, જે નદીઓને રિચાર્જ કરતી રહે છે.

  એક્વીફર સિસ્ટમ અને જમીનમાં રહેલી પુરાતન નહેરોની સ્થિતિને સમજવી જરૂરી હતી, કારણ કે નદીઓ માત્ર હિમાલય અથવા કોઈ સ્ત્રોતથી નીકળતી નથી, તેમને જમીનની અંદરથી પણ જળ મળે છે. માટે ગંગા-યમુના દોઆબના એક્વીફર સિસ્ટમ અને જમીનમાં રહેલી પુરાતન નહેરોની સિસ્ટમની તપાસ કરવી જરૂરી હતી. આ વૈજ્ઞાનિકોએ હેલિકોપ્ટર પર ડ્યૂલ મોમેન્ટ ટ્રાન્ઝિટ ઈલેક્ટ્રોમેગ્નેટિક તકનીકને ફીટ કરવામાં આવી હતી. જેથી ગંગા-યમુનાના દોઆબનું ઈલેક્ટ્રોમેગ્નેટિક મેપિંગ કરી શકાય. હેલિકોપ્ટરમાં લાગેલી તકનીકની સાથે ઘણી ઉડાણો ભરવામાં આવી. 100 મીટરની ઊંચાઈથી લઈને 2 કિલોમીટરની ઊંચાઈ સુધી આમ કરાયું.

   હેલિકોપ્ટરે 1 કિલોમીટર ઉડાણની પહોળાઈની સીમામાં રહીને 1200 વર્ગ કિલોમીટરનો વિસ્તાર ચકાસ્યો. પછી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ નદીઓને ક્રોસ કરતા 5 કિલોમીટરના વિસ્તારમાં ઉડાણ ભરી. જેથી ચારેય દિશાઓમાં મેપ બનાવી શકાય. આ સિવાય જે વિસ્તારોમાં વૈજ્ઞાનિકોને વધુ રસ હતો અને જ્યાં સંભાવનો વધારે હતી, ત્યાં કેટલીક અલગથી ઉડાણો ભરવામાં આવી. ગંગાના રિવરબેડને માપવા માટે ત્રણ ઉડાણો થઈ અને યમુના માટે એક ઉડાણ થઈ. આટલી ઉડાણો બાદ વૈજ્ઞાનિકો પાસે ગંગા-યમુના દોઆબનો નક્શો બની ચુક્યો હતો. જ્યારે નક્શાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, તો ચોંકવાનારી બાબત સામે આવી હતી.

   ગંગા અને યમુનાના ક્ષેત્રની નીચે જમીનની અંદર પુરાતન નદી અસ્તિત્વમાં છે. આ વિંધ્યન ફોર્મેશનમાં આવે છે. ગંગા-યમુનાના દોઆબની નીચે મળેલી આ પ્રાચીન નદીની એક્વીફર સિસ્ટમ અને પ્રાચીન નહેરો પરસ્પર જોડાયેલી છે. જે એકબીજાની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરતી રહે છે. કોઈનું પાણી ઘટે છે, તો બીજીનું પાણી આવી જાય છે. આ સિસ્ટમ છે, જમીનની અંદદર નદીઓ દ્વારા ફેલાવવામાં આવેલી પાતળી નહેરોની જાળની.

   ગંગા ઉત્તરાખંડના ગોમુખથી નીકળે છે અને યમુના યમુનોત્રીથી નીકળે છે. જ્યારે પ્રાચીન નદી જે આ બંનેના સંગમની નીચે મળી છે, તે લગભગ 45 કિલોમીટર લાંબી અને 4 કિલોમીટર પહોળી છે. તેની ઊંડાઈ 15 મીટર છે. તેમાં 2700 MCM રેત છે. જ્યારે આ નદી સંપૂર્ણપણે પાણીથી ભરેલી રહે છે, તો આ જમીન પર 1300થી 2000 વર્ગ કિલોમીટરના વિસ્તારને સિંચાઈ માટે ભૂર્ગભ જળ આપે છે. આ નદીની આસપાસ 1000 MCM સ્ટોરેજની ક્ષમતા છે, એટલે કે આ નદી કોઈપણ સમયે ભૂગર્ભ જળ સ્તરને વધારવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ નદી કોઈપણ સમયે ગંગા અથવા યમુનામાં ઓછા થતા પાણીના સ્તરને સંતુલિત કરવાનું કામ કરી શકે છે.

   ગંગા અને યમુના નદીઓની વચ્ચે મળેલી આ પ્રાચીન નદીને કારણે એ માન્યતાને પણ બળ મળે છે કે જેમાં પૌરાણિક સરસ્વતી નદીનો ઉલ્લેખ આવે છે. પૌરાણિક હિંદુ માન્યતાઓ પ્રમાણે, આ ત્રણેય નદીઓ હિમાલયમાંથી નીકળતી હતી. ગંગા અને યમુના તો જમીનની સપાટી ઉપર વહે છે. પરંતુ સરસ્વતી નદી અદ્રશ્ય છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તે સુકાઈ ચુકી છે અથવા તો જમીનની અંદર વહી રહી છે. સપાટી પર તો દેખાતી નથી.

   આ સ્ટડીથી એ વાત પણ સ્પષ્ટ થઈ ચુકી છે કે ગંગા અને યમુના નદીનું પાણી તેના એક્વીફર સિસ્ટમને કારણે ઘણાં સ્થાનો પર પરસ્પર મળે છે. તેના કારણે તો એકબીજાના પ્રદૂષણની પણ આપ-લે કરે છે. એટલે કે જો ક્યાંયથી કોઈ પ્રદૂષિત પાણી ગંગા અથવા યમુનામાં આવે છે, તો માત્ર આ નદીને પ્રદૂષિત કરતી નથી. પરંતુ બંને નદીઓના પાણીને ગંદુ કરે છે. તેની સાથે તેની એક્વીફર સિસ્ટમને પણ પ્રદૂષિત કરે છે. આ પહેલીવાર થયું છે કે વૈજ્ઞાનિકોએ કઈ પુરાતન નદીનો થ્રીડી નક્શો હાલમાં વહી રહેલી નદીઓની સાથે બનાવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW