ગાંધીનગર, શુક્રવાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં મોટો વિસ્ફોટ થયો છે અને નવા 70 કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. જોકે, 28 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,389 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, પરિણામે, કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે. હાલ રાજ્યમાં કુલ 459 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે 451 નાગરિકોની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે અને અત્યાર સુધીમાં કુલ 10,095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
ગુજરાતમાં નવા કોરોના કેસની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપીમાં 1 મળીને કુલ 70 કેસ નોંધાયા છે. રસીકરણના મોરચાની સ્થિતિ જોઈએ તો, હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15ને ૨સીનો પ્રથમ , 1668 વર્કરને ૨સીનો બીજો ડોઝ , 45 વર્ષથી વધારે ઉંમરના 12048 નાગરિકોને રસીનો પ્રથમ , 89,663 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18થી 45 વર્ષના નાગરિકો પૈકી 36,890 નાગરિકોને રસીનો પ્રથમ અને 235624 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજ કુલ 3,75,888 રસીના ડોઝ જ્યારે કુલ 8,42,38,168 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

