HomeNationalCDS રાવતના હેલિકોપ્ટરની દુર્ઘટના મામલે વાયુસેનાની અપીલ : મૃતકોની ગરિમાનું સમ્માન કરો,...

CDS રાવતના હેલિકોપ્ટરની દુર્ઘટના મામલે વાયુસેનાની અપીલ : મૃતકોની ગરિમાનું સમ્માન કરો, અટકળો લગાવવાથી બચો

નવી દિલ્હી, શુક્રવાર

   તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહીત 13 લોકોના મોત બાદ દેશમાં શોકની લહેર છે. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે દુર્ઘટનાને લઈને ઘણાં પ્રકારની અટકળબાજીઓ થવા લાગી છે. અટકળો વચ્ચે ભારતીય વાયુસેનાએ ક્હ્યું છે કે દુર્ઘટનાના કારણોની તપાસ માટે ટ્રાઈ સર્વિસ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે અને ઝડપથી તપાસ કરવામાં આવશે.

   ભારતીય વાયુસેના દ્વારા દુર્ઘટનાની તપાસને લઈને આજે શુક્રવારે ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાએ 8 ડિસેમ્બરે થયેલી દુખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ માટે એક ટ્રાઈ સર્વિસ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને તથ્ય સામે આવશે. ત્યાં સુધી મૃતકોની ગરિમાનું સમ્માન કરવા માટે પાયાવિહોણી અટકળોથી બચી શકાય છે.

   બીજી તરફ તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાસ્થળ પર પહોંચી અને ત્યાં તેમણે નિરીક્ષણ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તમિલનાડુના કુન્નૂરના નાનજપ્પા ચતરમ ગામમાં દુર્ઘટના બાદ દુર્ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે. ભારતીય વાયુસેના અને સ્થાનિક પોલીસકર્મીઓની ટુકડીઓની તસવીરો જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનો આજે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રોટોકોલ પ્રમાણે, જનરલ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવશે અને 800 જવાનો તેમને સલામી આપશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW