HomeGujaratમોરબી ક્રિકેટ એસો. કોચ સાથે ભારતના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન,ક્રિકેટર મોર્નીમોર્કેલના વેબીનારમાં...

મોરબી ક્રિકેટ એસો. કોચ સાથે ભારતના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન,ક્રિકેટર મોર્નીમોર્કેલના વેબીનારમાં જોડાયા

મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાનીએ તાજેતરમાં ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટન અને સાઉથ આફ્રિકી બોલર મોર્ની મોર્કેલ સાથે 3 કલાક લાંબી વેબિનાર મીટીંગમાં ભાગ લઈને ટી-20 ક્રિકેટ સહિતના મુદે ચર્ચા કરીને નવી જાણકારી પ્રાપ્ત કરી હતી
મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાનીએ વેબિનાર મીટીંગમાં ક્રિકેટ ફિલ્ડમાં ઉપગ્રેડ અને અપડેટ રહેવું જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ પાસેથી વિવિધ ટેકનીક શીખી તેઓ તેના પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવવા હમેશા તત્પર રહે છે અને સારું કોચિંગ આપી સકે તેવા હરહમેશ પ્રયાસ કરતા રહે છે. જે પ્રયાસના ભાગરૂપે હાલ T-20 ક્રિકેટ યુવાનોને ઘેલું લાગ્યું છે. ત્યારે T-20 માઈન્ડસેટ, ટીમ કલ્ચર ટુર્નામેન્ટ પૂર્વે અને પછી તેમજ ખેલાડીઓ સાથે ઈફેક્ટીવ કોમ્યુનીકેશન ઉપરાંત મેનેજમેન્ટ અંગે કોચનો શું રોલ હોય છે તેના પર વિસ્તૃત ચર્ચા કરી હતીમોરબી ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે અને મોરબીનું ગૌરવ વધારે તેવા પ્રયાસો કરતા રહે છે ત્યારે ચીફ કોચ પણ નવી નવી માહિતી અને ટેકનીક શીખીને ખેલાડીઓને સઘન તાલીમ આપી રહ્યા છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW