રાજકોટ શહેર અને જિલ્લામાં વીજલોસ ઘટાડવા માટે પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે શહેરના અતિસંવેદનશીલ વિસ્તાર ગણાતા ભગવતીપરામાં પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરનવાલ સહિતના અધિકારીઓ અને વડોદરાની 44 ટીમો ત્રાટકી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે પીજીવીસીએલ તંત્ર દ્વારા ચુનારાવાડ શેરી નંબર 1થી 8, બેડીપરા, સમૃદ્ધિ સોસાયટી, મયુરનગર, શિવાજી નગર, કુબલીયાપરા, લાખાજીરાજ, ઉદ્યોગનગર, ભગવતીપરા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં રાજકોટ કોર્પોરેટ ઓફિસની 20, વડોદરાની 4 અને સ્થાનિક વીજ કચેરીની 20 મળીને કુલ 44 ટીમ તેમજ સ્થાાનિક પોલીસ, એસઆરપી, જીયુવીએનએલની ટૂકડી બંદોબસ્ત સાથે ત્રાટકી હતી.

શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ભગવતીપરા વિસ્તારમાં પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર બરનવાલ ટીમ સાથે ત્રાટક્યાં હતાં. એમડીએ ઘટનાસ્થળે હાજર રહીને કનેક્શનની ચકાસણી કરી હતી. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં થઈ રહેલા દરોડાની કાર્યવાહીથી વીજચોરી કરનારા, ડાયરેક્ટ લંગરિયા નાંખતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

