ભારતમાં ડિજિટલાઈઝેશન માં વધુ છોગુ ઉમેરાતાં વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત મોદી સરકારે મેરા રાશન મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી રેશન કાર્ડ સંબંધિત મોટા ભાગના કામ ઓનલાઈન મોબાઈલ એપની મદદથી થઈ શકે છે. રેશનકાર્ડ ધારકોને PDSની મદદથી અનાજ મળે છે. જો કે, જ્યારે તેઓ અન્ય રાજ્યોમાં જાય છે, ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરવાના હેતુથી મેરા રાશન એપ લોન્ચ કરવામાં આવી હતી. મેરા રેશન એપની મદદથી રેશન કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ સિવાય રેશન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે. તમારું રેશન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે પણ ચેક કરી શકાય છે, સાથે સાથે લિંક પણ કરી શકાય છે.

આ સિવાય તમારા રેશનકાર્ડ પર અત્યાર સુધી કેટલું વિતરણ થયું છે અને તમારા ઘરની આસપાસ રેશન ડીલરની દુકાન ક્યાં છે, તે પણ ચેક કરી શકાય છે. જો તમે રેશન ડીલર બદલવા માંગતા હોવ તો આ મોબાઈલ એપ પર પણ આ સુવિધા ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓ આ એપ પર 10 અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાઓ છો, તો તમારે રજિસ્ટ્રેશન વિકલ્પ પર જવું પડશે. અહીં માઇગ્રેશનની સુવિધા આપવામાં આવી છે. Know Your Entitlement વિકલ્પની મદદથી, તમે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી શકો છો. રેશનકાર્ડ નંબર અને આધાર નંબરના કારણે આ સુવિધા મેળવી શકાય છે. અહીં તમને રેશનકાર્ડ ધારકોને કઈ ચીજવસ્તુઓ મળી રહી છે તે જાણવા મળશે.
મેરા રેશન મોબાઈલ એપને ભારત સરકાર દ્વારા 12 માર્ચ, 2021 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. NFSA લાભાર્થીઓ, ખાસ કરીને પ્રવાસીઓને, રેશનકાર્ડ પોર્ટેબિલિટીનો મહત્તમ લાભ લેવા માટે ONORC યોજના હેઠળ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ હિન્દી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનથી થતા ફાયદાઓ : વાજબી ભાવની દુકાન શોધી શકશો. અનાજની યોગ્યતા તપાસી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલ તાજેતરના ટ્રાન્જેક્શન જાણો. આધાર સીડીંગ સ્ટેટસ જુઓ. પ્રવાસીઓ એપ દ્વારા તેમની માઇગ્રેશન ડિટેલ્સ રજીસ્ટર કરી શકે છે. તમને સૂચન અથવા ફીડબેક આપવાનો વિકલ્પ મળશે. લાભાર્થીઓ આધાર અથવા રેશનકાર્ડ નંબર દ્વારા માય રાશન મોબાઈલ એપમાં લોગીન કરી શકશે. સરકાર 5.4 લાખ રાશનની દુકાનો દ્વારા દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો સબસિડીવાળું રાશન સપ્લાય કરે છે.

