HomeNationalસમાપ્ત થયું ખેડૂત આંદોલન, 14 માસ બાદ દિલ્હીની સીમાઓ પરથી અન્નદાતાઓ કરશે...

સમાપ્ત થયું ખેડૂત આંદોલન, 14 માસ બાદ દિલ્હીની સીમાઓ પરથી અન્નદાતાઓ કરશે ઘરવાપસી

નવી દિલ્હી, ગુરુવાર

   દિલ્હીની સીમાઓ પર ગત 14 માસથી ડેરાતંબુ તાણનારા ખેડૂતોએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી દીધી છે. આજે સાંજથી ખેડૂતો પાછા ફરવાનું શરૂ કરે તેવી શક્યતા છે. સરકાર તરફથી મળેલા નવા પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોમાં સૈદ્ધાંતિક સંમતિ પહેલા બની ગઈ હતી. પરંતુ ગુરુવારે બપોરે આના પર લાંબી ચર્ચા બાદ નિર્ણય થયો. આ બેઠકમાં ખેડૂત સંગઠનોના 200થી વધારે પ્રતિનિધિઓ હાજર હતા. સિંઘુ બોર્ડરના માહોલથી પણ ખેડૂતોની વાપસીના સંકેત મળી રહ્યા છે. અહીં લોકો ટેન્ટ હટાવવા લાગ્યા છે અને લંગર વગેરેનો સામાન પણ ગાડીઓમાં મૂકવાનું શરૂ થઈ ગયું છે. સિંઘુ બોર્ડર પર હાલ કેટાક ખેડૂતોએ જણાવ્યું છે કે 11 ડિસેમ્બરથી તમામ ખેડૂતોની વાપસીને લઈને નિર્ણય થયો છે. તેના પછી ખેડૂત અમૃતસર સ્વર્ણ મંદિરમાં અદાસ કરશે અને પોતપોતાના ઘરે પહોંચશે.

   ખેડૂતો અને સરકાર વચ્ચે આ સપ્તાહની શરૂઆતથી જ વાત ચાલી રહી હતી. મંગળવારે સરકારે ખેડૂતોને એક પત્ર મોકલ્યો હતો. તેમાં એમએસપી પર કમિટી બનાવવા, વળતર પણ સૈદ્ધાંતિક સંમતિ અને આંદોલન સમાપ્ત કરવા પર કેસોની વાપસીની વાત કહેવામાં આવી હતી. આના પર ખેડૂતોએ વાંધો વ્યક્ત કરતા કહ્યુ હતુ કે કેસ આંદલનની સમાપ્તિ બાદ નહીં,પરતુ પહેલા જ હટાવવામાં આવે. તેના પછી સરકારે નવો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો અને તાત્કાલિક અસરથી કેસોની વાપસીની વાત કહેવામાં આવી છે. સરકારના નવા પ્રસ્તાવ પર સંગઠન રાજી થઈ ગયા છે અને આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય કતરવામાં આવ્યો છે.

આંદોલનકારીઓની આ પાંચ મુખ્ય માગણીઓ હતી –
સંયુક્ત ખેડૂત મોરચો કાયદો બનાવવાની જીદ છોડીને કમિટી પર તૈયાર છે. પરંતુ શરત છે કે કમિટીમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે માત્ર એસકેએમના સદસ્ય જ હોવા જોઈએ. સરકારે ગઈકાલે પ્રસ્તાવ આપ્યો હતો કે સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિ પણ હશે. વાત પણ અન્ય પર જ અટકી છે.
સરકારે કહ્યું છે કે ખેડૂત નેતા આંદલન સમાપ્ત કરવાની ઘોષણા કરે, તેના તુરંત બાદ હરિયાણા, યુપી, દિલ્હીમાં ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસોને પાછા ખેંચવામાં આવશે. જો કે ખેડૂત નેતાઓએ માગણી કરી હતી કે સરકાર પહેલા કેસ પાછા ખેંચે.
સરકાર પ્રમાણે, વળતર આપવા પર સૈદ્ધાંતિક સંમતિ છે. ખેડૂત નેતા માગણી કરી રહ્યા હતા કે પંજાબ મૉડલની તર્જ પર આંદોલન દરમિયાન મૃત ખેડૂતોના પરિવાર માટે 5 લાખ રૂપિયા અને સરકારી નોકરીનું એલાન થાય.
આના સિવાય ખેડૂતો દ્વારા વીજ સંશોધન બિલની વાપસીને લઈને માગણી થઈ રહી હતી. તેના પર સરકારે કહ્યુ હતુ કે સંસદમાં રજૂ કરીને તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.
પરાલી કાયદા પર સરકારે કહ્યું હતું કે પહેલા જ અપરાધની જોગવાઈ હટાવી દેવામાં આવી છે. પરંતુ ખેડૂતો દંડની જોગવાઈને પણ હટાવવાની માગણી કરી રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW