તામિલનાડુના કુન્નુર નજીક બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 જવાનોના મોત નીપજ્યાં છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે, સીડીએસ રાવત વેલિંટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજના છાત્રોને સંબોધિત કરવા માટે જઈ રહ્યાં હતાં. એમઆઈ-17વી5 હેલીકોપ્ટર સુલૂરથી વેલિંગટન માટે રવાના થયું હતું અને તેમાં ક્રુમેમ્બર સહિત 14 લોકો સવાર થયા હતાં.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ જ જીવિત રહ્યાં છે અને તેમનું વેલિંગટનમાં સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસે શોર્ય ચક્રથી સમ્માનિત કરાયા છે. તેણે આ સમ્માન 2020માં ઈમરજન્સી દરમયાન પોતાના તેજસ ફાઈટર એરક્રાફ્ટને બચાવવા માટે દેવામાં આવ્યું હતું.
Gp Capt Varun Singh SC, Directing Staff at DSSC with injuries is currently under treatment at Military Hospital, Wellington.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
તો બીજી તરફ વાયુસેનાએ સીડીએસ બિપીન રાવતના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ ઉપર જણાવ્યું છેકે, ઘણા અફસોસની સાથે હવે તેની પુષ્ટી થઈ છે કે, દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને અન્ય 11ના મૃત્યું નિપજ્યાં છે. વાયુસેનાએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.

