HomeGujaratએક વિવાહ ઐસા ભી….બળદગાડામાં કન્યાના આંગણે પહોંચી ગઈ જાન

એક વિવાહ ઐસા ભી….બળદગાડામાં કન્યાના આંગણે પહોંચી ગઈ જાન

લગ્નની સીઝન ચાલી રહી છે. હાલમાં થીમ વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે વરરાજા પોતાની જાન લઈને કોઈ કાર, લક્ઝરી બસમાં દુલ્હનને લેવા માટે પહોંચે છે. પણ વર્ષો પહેલાની પરંપરા ફરીવાર જીવંત થઈ હોય એવો માહોલ છે. રાજ્યના નેસડી મુકામે આવી જ એક પરંપરા જોવા મળી છે. શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા માટે પહોંચી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે બળદગાડું પણ જોવા મળતું નથી. એવામાં દીતલા ગામના ડોબરિયા પરિવારે 3 મહિનાની મહેનત કરીને બળદ તથા ગાડાને શણગારવા માટે તૈયારીઓ શરૂ કરી હતી. આ માટે ભરત અને ઝુલા શોધીને એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજથી આશરે 50 વર્ષ પહેલાની આ પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને લગ્ન પરંપરાથી પરીચીત કરાવવા માટે ડોબરિયા પરિવારે આ એક પ્રયત્ન કર્યો છે. જે સફળ પુરવાર થયો હતો. પોતાના પુત્રના લગ્નની જાનમાં બળદગાડાને ડેકોરેટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં બળદને પણ શણગારવામાં આવ્યા હતા. 9 જેટલા બળદને ગાડા સાથે જોડીને દિતલાથી નેસડી સુધી જાન નીકળી હતી. જોકે, આ જોવા માટે રસ્તામાં આવતા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. આજના આધુનિક સમયમાં આવું ચિત્ર ભાગ્યે જ જોવા મળે છે.

લોકો લગ્ન પ્રસંગે દમદાર ખર્ચો કરતા હોય છે. રોયલ વેડિંગ કરતા હોય છે. લગ્ન પાછળ અગાઉ ક્યારેય જોઈ ન હોય એવી થીમને ફોલો કરવામાં આવે છે. પણ ડોબરિયા પરિવારે પરંપરા જાળવી રાખવા માટે આ અત્યારે નવતર કહી શકાય એવો પ્રયોગ કર્યો હતો. આ મામલે વરરાજાનું એવું કહેવું છે કે, નાનપણમાં આવું દાદાની વાતમાં સાંભળ્યું હતું. એ કહેતા કે, લગ્ન બળદગાડામાં થતા હતા.

નાના હતા ત્યારે આશ્ચર્ય થતું કે, ગાડામાં લગ્ન કેવી રીતે થયા હશે? કેવી રીતે બળદગાડામાં જાન જતી હશે. પછી આ વાતમાં રસ પડવા લાગ્યો. પછી મને થયું કે, મારે પણ ગાડામાં જાન જોડીને દુલ્હન લેવા માટે પહોંચવું છે. આખરે ડોબરિયા પરિવારે પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરી હતી. બળદગાડામાં બેસીને તેઓ પરણવા માટે નીકળ્યા હતા. જોકે, આ એક અનોખો રોમાંચ અને અનુભવ રહ્યો હતો. પ્રકૃતિના દર્શન કરતા કરતા ખેતર વચ્ચેથી ગાડું પસાર થયું હતું. લગ્નગીત ગવાતા હતા અને વચ્ચે વચ્ચે બળદના ઘુઘરા રણકતા હતા. આ એક અલગ પ્રકારની મુસાફરી હતી. માત્ર વરરાજાને જ નહીં પૂત્રવધૂને પણ એનું ગૌરવ છે કે, જાન બળદગાડામાં આવી હતી. નવી પેઢીને આ કલ્ચરથી પરિચીત કરાવવા આ અભિગમ અપનાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW