નવી દિલ્હી, સોમવાર
રશિયાના વિદેશ મંત્રીએ ભારત સાથે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલને લઈને અમેરિકા પર નિશાન સાધ્યું છે. રશિયાના વિદેશ ત્રી સેરગે લાવરોવે કહ્યુ છે કે આ ડીલનું માત્ર પ્રતીકાત્મક મહત્વ નથી. ભારતની સંરક્ષણ ક્ષમતાઓ માટે આ ડીલનો વ્યવહારીક અર્થ છે. તેમણે કહ્યુ છે કે આપણે જોયું કે અમેરિકા દ્વારા આ સહયોગને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમેરિકા તરફથી એ પણ કોશિશ કરવામાં આવી કે ભારત તેની જ વાતોને માને કે આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારે વિકાસ થવો જોઈએ. સેરગેએ આ ડીલને લઈને ભારતના વખાણ કરતા કહ્યુ છે કે અમારા મિત્રે અમેરિકાને મજબૂતાયથી જવાબ આપ્યો છે કે તે એક સાર્વભૌમ રાષ્ટ્ર છે.
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે અમારા ભારતીય મિત્રોએ સ્પષ્ટ અને નક્કર રીતે આ જણાવ્યું છે કે અમે સાર્વભૌમ રાષ્ટ્ર છીએ. અમે નિર્ણય લઈ શકીએ છીએ કે અમે કોની પાસેથી હથિયાર ખરીદીએ અને કોને આ સેક્ટરમાં અથા તો પછી કોઈ અન્ય મામલામાં પોતાના ભાગીદાર બનાવીએ. આ સિવાય ભારત અને રશિયા વચ્ચે એકે-203 રાઈફલો માટે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની ડીલ પણ થઈ છે. આ ડીલ હેઠળ યુપીના અમેઠીમાં 5 લાખથી વધુ રાઈફલોનું નિર્માણ કરવાં આવશે. તેના સિવાય ઘણાં અન્ય કરારો પર પણ હસ્તાક્ષર થયા છે. રશિયા અને ભારત વચ્ચે આગામી 10 વર્ષ એટલે કે 2021થી 2031 માટે સૈન્ય સહયોગને લઈને ડીલ થઈ છે.
રશિયાએ ભારતની સાથે થયેલી સમજૂતીમાં સૈન્ય તકનીક શેયર કરવાને લઈને સહયોગ કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા દ્વારા કેટલાક સમય પહેલા એસ-400 ડીલને લઈને ટીપ્પણી કરવામાં આવી હતી. તેને લઈને અમેરિકાએ ભારતને હિદાયત આપી હતી કે તે આવી કોઈ ડીલ કરે નહીં. જો કે ભારતે અમેરિકાની આવી સલાહ માનવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દિલ્હી મુલાકાતથી નવો સંકેત આપવાનો પણ પ્રયાસ કર્યો છે. ભારત અને રશિયા વચ્ચે અફઘાનિસ્તાનની પરિસ્થિતિઓને લઈને પણ મિત્રતા ઘણું મહત્વ ધરાવે છે. તાજેતરમાં દિલ્હીમાં અફઘાનિસ્તાની સ્થિતિને લઈને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રશિયા, ઈરાન સહીતના ઘણાં દેશોના ડેલિગેટ્સ સામેલ થયા હતા.

