HomeNationalપુતિનની દિલ્હીની શોર્ટ વિઝિટ પર અમેરિકાની નજર :  ભારત-રશિયા વચ્ચે 6 ક્ષેત્રોમાં મહત્વના...

પુતિનની દિલ્હીની શોર્ટ વિઝિટ પર અમેરિકાની નજર :  ભારત-રશિયા વચ્ચે 6 ક્ષેત્રોમાં મહત્વના કરારોની શક્યતા

નવી દિલ્હી, સોમવાર

     રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન એક દિવસની ભારતની મુલાકાતે છે. પુતિન સોમવારે સવારથી મોડી સાંજ સુધી ભારતના અતિથિ તરીકે દિલ્હી ખાતેના ઘણાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. મીડિયા અહેવાલો મુજબ, પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણાં કરારોની શક્યતા છે. પુતિનની આ યાત્રા પર અમેરિકાની પણ ઝીણવટભરી નજર છે. ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર 2+2 ડાયલોગ થશે. આ ઘણી મહત્વપૂર્ણ વાટાઘાટો છે.

    રશિયાના મીડિયા પ્રમાણે, પુતિનની એક દિવસની મુલાકાત દરમિયાન રશિયા અને ભારત વચ્ચે ટ્રેડ, એનર્જી, કલ્ચર, ડિફેન્સ, સ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં 10 સમજૂતીઓ થવાની શક્યતા છે. ડિફેન્સ સેક્ટર પર થનારા કરાર પર દુનિયાની નજરો મંડાયેલી છે. બે સમજૂતીથી અમેરિકા પહેલા જ પરેશાન છે. આ છે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને બીજું છે અમેઠીમાં એકે-203 રાઈફલોનું ઉત્પાદન. અમેઠીની ફેક્ટરીમાં સાત લાખ એકે-203 રાઈફલો બનાવવામાં આવશે. દુનિયામાં પહેલીવાર આ રાઈફલોનું રશિયાની બહાર ઉત્પાદન થવાનું છે.

     ભારત અને રશિયા વચ્ચે જ્યારે એસ-400 પર સમજૂતી થઈ ત્યારે અમેરિકા આ કરારથી નારાજ થયું હતું. અમેરિકાએ ભારતને પોતાના વિશેષ કાયદા હેઠળ પ્રતિબંધોની ધમકી આપી હતી. આવા જ મામલામાં અમેરિકાએ પહેલા તુર્કી પર પણ પ્રતિબંધ લગાવી ચુક્યું છે. જો કે એસ-400ની ડિલીવરી શરૂ થઈ ચુકી છે અને અમેરિકા તેના પર વધારે કંઈ કરી શક્યું નથી. માનવામાં આવે છે કે ભારત હવે એસ-400ની સાથે એસ-500 પર પણ વાતચીત કરે તેવી શક્યતા છે. જો આમ થાય છે, અમેરિકાની પ્રતિક્રિયા પર નજર રહેશે.

    ભારતે અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો સાથે 2+2 ડાયલોગ ફોર્મેટમાં વાટાઘાટો કરી છે. આ ત્રણ દેશોમાં ક્વાડ પાર્ટનર અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ યાદીમાં હવે રશિયાઓનો સમાવેશ થયો છે. આમ થવાથી સ્વાભાવિકપણે ઘણાં મુદ્દાઓ પર આમને-સામને એવા અમેરિકા –રશિયાની કૂટનીતિક પ્રતિક્રિયાઓ હશે. તો અમેરિકા ભારત સાથે રશિયાના 2+2 ફોર્મેટમાં સામેલ થવાને કારણે બિલકુલ ખુશ નહીં હોય, કારણ કે ભારત અને રશિયા ઘણાં દાયકાઓથી એકબીજાના મજબૂત ડિફેન્સ પાર્ટનર અને સદાબહાર મિત્રો છે.

     ક્વાડને લઈને અમેરિકાએ વાંધા વ્યક્ત કર્યા છે અને આ મામલાને તે સંપૂર્ણપણે અમેરિકાને ધ્યાનમાં રાખીને જોવે છે. સ્પષ્ટ છે કે ભારતની આમા સામેલગીરીથી રશિયા ખુશ નથી. મોદી અને પુતિન વચ્ચેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. ભારત પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે ક્વાડના ચાર દેશોની વચ્ચે મુદ્દાઓ આધારીત સહયોગ છે.

       કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પુતિન માત્ર 6 કલાક જેટલા ટૂંકા સમયગાળા માટે ભારતની મુલાકાતે છે. જો કે ભારત અને રશિયાના વિદેશ મંત્રાલયોએ કહ્યું છે કે પ્રવાસ ટૂંકો હોવાથી બિલકુલ ફરક પડતો નથી. એનર્જી સેક્ટરમાં બંને દેશો વચ્ચે હજીપણ 30 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ છે. 2025 સુધીમાં તેને 50 અબજ ડોલર સુધી લઈ જવાને પ્લાન છે. મોદી 2019માં રશિયા ગયા હતા. તે દરમિયાન 10 હજાર 300 લોમીટરના ચેન્નઈ વ્લાદિવોસ્તોક સી-રુટ પર વાતચીત થઈ હતી. જો આના પર સમજૂતી થાય છે , બંને દેશે તરફથી જહાજોને એકબીજાને ત્યાં પહોંચવામાં 24થી 50 દિવસ જેટલો ઓછો સમય લાગશે.

      કોવિડ દરમિયાન પુતિન આ માત્ર બીજી વિદેશ યાત્રા કરી રહ્યા છે. તેમના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી એક દિવસ પહેલા જ ભારત આવી ચુક્યા છે. પુતિને 2019માં મોદીને ઓર્ડર ઓફ સેંટ એન્ડ્રૂથી સમ્માનિત કર્યા હતા. મોદી આ સમ્માન મેળવનારા પહેલા અને એકમાત્ર વિદેશી વડાપ્રધાન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW