HomeGujaratકોંગ્રેસના ભરતસિંહ સોલંકીની ખોડલધામના નરેશ પટેલ સાથે મુલાકાત બાદ ભાજપની ચિંતા વધી 

કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની ખોડલધામના નરેશ પટેલ સાથે મુલાકાત બાદ ભાજપની ચિંતા વધી 

ગાંધીનગર,સોમવાર

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે અને સિનિયર નેતાઓથી લઈ કાર્યકરોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ઠાકોરે તો ગર્જના પણ કરી દીધી છે કે, ભાજપના ભૂક્કા બોલાવી દઈશું. ભાજપને ઘેરવા માટે આગામી દિવસોમાં કોંગ્રેસ અનેક એક્શન પ્લાન અમલમાં મૂકશે. હાઈકમાન્ડે ઓબીસી તેમજ આદિવાસી સમાજના સમીકરણો ગોઠવ્યા છે અને હવે પાટીદાર સમાજ તરફ પણ નજર દોડાવી છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત લીધી હતી અને નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી કહ્યું હતું કે, પદ્મશ્રી માટે કંગના રનૌૈત નહી પણ નરેશ પટેલ હકદાર છે. આ બેઠકને લઈ રાજ્યની રાજનીતિ ગરમાઈ હતી. ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવવા આમંત્રણ આપ્યું હોવાનું ચર્ચાય છે. જાે કે, હજુ સુધી નરેશ પટેલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોંગ્રેસ હવે પાટીદાર સમાજના નેતાઓના સંપર્ક વધારી રહી છે અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને ઘેરવાનો પ્લાન કરી રહી છે. નરેશ પટેલ અને ભરતસિંહ સોલંકીની મુલાકાત બાદ ભાજપમાં ચિંતા વધી ગઈ હતી અને પંચાયત મંત્રીએ કહ્યું હતું કે, નરેશ પટેલ અમારા છે, કોંગ્રેસમાં જાય નહી. જાે કે, ભાજપમાં હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

      ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ફાયર બ્રાન્ડ જગદીશ ઠાકોરની નિયુક્તિ થવાની સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ સક્રિય થયા છે. ૨૭ વર્ષથી સત્તા માટે વલખા મારતી કોંગ્રેસ હવે કોઈ પણ ભોગે ૨૦૨૨નો ચૂંટણી જંગ જીતવાનું લક્ષ્ય રાખી રહી છે. પ્રમુખ તરીકે ઓબીસી સમાજને મહત્વ અપાયું છે જ્યારે વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી આદિવાસી સમાજને સાચવી લેવામાં આવ્યો છે તો એસસી સમાજને પણ મહત્વ અપાયું છે અને જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના ધારાસભ્ય પણ હવે કોંગ્રેસમાં આવી ચૂક્યા છે. ગુજરાતની ૬૨ ટકાથી વધારે વોટબેન્કને પોતાની તરફ વાળવા માટે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હતો અને હવે પાટીદાર સમાજ તરફ નજર દોડાવી છે. તાજેતરમાં જ ભરતસિંહ સોલંકીએ ખોડલધામમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને ભલે બંધ બારણે થયેલી મુલાકાત ગણાવવામા આવતી હોય પણ ભરતસિંહે નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવવાનું આમંત્રણ આપ્યું હોવાની અટકળો પણ છે. ભરતસિંહે નરેશ પટેલનો મોંફાટ વખાણ કર્યા હતા અને પદ્મશ્રી માટે તેઓ લાયક હોવાનું કહ્યું હતું. આ બંનેની મુલાકાત બાદ ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરઝાને કહેવું પડ્યું હતું કે, નરેશ પટેલ અમારા નેતા છે અને કોંગ્રેસમાં જાય નહી. અગાઉ નરેશ પટેલ પાટીદાર સમાજને લઈ અનેક નિવેદનો આપી ચૂક્યા છે અન સીએમ તો પાટીદાર જ હોવો જાેઈએ તેવા નિવેદનના ત્રણ મહિના બાદ ગુજરાતમા રાતોરાત રૂપાણી સરકારનું પતન થયું હતું. હજુ પણ નરેશ પટેલ વારંવાર પાટીદાર સમાજને રાજકીય મહત્વ મળતું નથી તેવા નિવેદનો આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નરેશ પટેલને ખેંચી લાવવા માટે તનતોડ પ્રયાસ કરશે તેમાં બેમત નથી. જાે કે, તેમાં કેટલી સફળતા મળશે એ તો આવનારો સમય બતાવશે પણ હાલ ભાજપના નેતાઓની ચિંતા વધી ચૂકી છે. રખે ને જાે નરેશ પટેલ કોંગ્રેસનો ખેસ ધારણ કરી દે તો ભાજપના નેતાઓનું બ્લેડપ્રેશર ચોક્કસથી વધી જશે તેમાં બેમત નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW