HomeNationalRBIની કાલથી બેઠકનો ધમધમાટ, હોમલોન થઈ શકે છે સસ્તી

RBIની કાલથી બેઠકનો ધમધમાટ, હોમલોન થઈ શકે છે સસ્તી

આગામી મોનીટરી પોલીસી રિવ્યુમાં ભારતીય રિઝર્વ બેંક વ્યાજદરો યથાવત રાખી શકે છે. એક્સપર્ટસના જણાવ્યા પ્રમાણે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની આ સપ્તાહમાં મળનારી બેઠકમાં વ્યાજદોરમમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી દેખાઈ રહી. તેના કારણે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાના બજારોમાં અચાનક અનિશ્ચિતતા ફેલાઈ છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી એમપીસીની 6થી 8 ડિસેમ્બરે થનારી છે જેમાં મૌદ્રિક સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે. તેમાં લેવામાં આવનારા નિર્ણયોની જાણકારી 8 ડિસેમ્બરના રોજ દેવામાં આવશે. રીઝર્વ બેંકે ગત ઓક્ટોબરમાં પણ નીતિગત દરોને યથાવત રાખ્યાં હતાં. એસબીઆઈની એક રિસર્ચ રિપોર્ટના પ્રમાણે એમપીસીની બેઠકમાં રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિ કરવા અંગે પણ ચર્ચા કરાશે. તે ઉપરાંત રિવર્સ રેપો રેટ વધારવા જેવા પગલા આરબીઆઈ માત્ર એમપીસીમાં જ નથી લેવા માંગતી.

કોટક ઈકોનોમિક રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના નવા સ્વરૂપ ઉપર ફેલાયેલી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેંક નીતિગત દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરતા પહેલા સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યાં છે. જો કે તેણે ફેબ્રુઆરીમાં થનારી આગામી મૌદ્રિક સમિક્ષામાં રિવર્સ રેપોરેટમાં વૃદ્ધિ થવાનું અનુમાન લગાવ્યું છે. પ્રોપર્ટી કન્સલટન્ટ કંપની એનારોકે પણ કહ્યું છે કે, આરબીઆઈ રિવર્સ રેપોરેટમાં વૃદ્ધિનો નિર્ણય વર્તમાન સ્થિતિમાં કદાચ કરશે નહીં. એનારોકના ચેરમેન અનુજ પુરીએ કહ્યું છે કે આવી સ્થિતિમાં ઘર ખરીદનારાઓને સસ્તાદરોમાં હોમમ લોન મળશે અને કેટલાક વધારે સમય સુધી તેની અમલવારી કરાશે.

રિઝર્વ બેંકે બુધવારે નીતિગત વ્યાજદરો અપરિવર્તિત રાખે છે તો તે સતત નવમી તક હશે જ્યારે દરોમાં કોઈ ફેરફાર નહીં થાય. રિઝર્વ બેંકે છેલ્લી વખત દરોમાં ફેરફાર 22 મે, 2020ના રોજ કર્યો હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ ઉપર આધારિત રિટેઈલ મોંઘવારી દર ચાર ટકા ઉપર રહેશે જેમાં બે ટકાનો વધારો-ઘટાડો થવાની શક્યતા પણ દેખાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW