HomeGujaratદુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર ઇલીશ એશનુ 110 વર્ષની ઉંમરે નિધન થયુ

દુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર ઇલીશ એશનુ 110 વર્ષની ઉંમરે નિધન થયુ

નવી દિલ્હી, રવિવાર

  દુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર ઇલીશ એશનુ 110 વર્ષની ઉંમરે નિધન થયુ છે. ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ શનિવારે આ જાણકારી આપી. ઇલીશ એશે બીજા વિશ્વયુદ્ધ પહેલા અને પછી ઇંગ્લેન્ડ માટે સાત ટેસ્ટ મેચ રમી હતી. તેને 23ની એવરેજથી 10 વિકેટો ઝડપી હતી.

  ઇલીશ એશે 1937માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતુ અને નિધનના સમયે તે દુનિયાના સૌથી ઉંમરલાયક ટેસ્ટ ક્રિકેટર હતો. તે 1949માં એશીઝ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમનો ભાગ હતા.લંડનમાં જન્મેલા ખેલાડીએ 2017 મહિલા વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ઘંટડી પણ વગાડી હતી, જેમાં ઇંગ્લેન્ડની ટીમે રોમાંચક મેચમાં ભારતને હરાવ્યુ હતુ. પોતાની ક્રિકેટ કેરિયર ઉપરાંત ઇલીશ એશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુપ્તચર સેવા ‘એમઆઇ6’ માટે પણ કર્યુ હતુ, ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ક્લેયર કોનોરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો જે ઇસીબીની મહિલા ક્રિકેટની પ્રબંધ નિદેશક અને મેરિલબૉન ક્રિકેટ ક્લબની અધ્યક્ષ પણ રહી ચૂકી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW