દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્યના કેસો વધવાની સાથે જ હવે ત્રીજી લહેર આવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાનપુરના પ્રોફેસર મળીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત જાન્યુઆરી 2022માં થઈ શકે છે. તેણે દક્ષિણ આફ્રીકા અને બીજા દેશોના આંકડા ઉપર સ્ટડી કર્યાં બાદ કહ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા બમણી ઝડપે ફેલાય છે. તે માટે પ્રતિબંધ લગાવીને કેસોની સંખ્યા ઓછી કરી શકાય છે. તો WHOએ ઓમિક્રોનને ચિંતાજનક વેરિયન્ટની શ્રેણીમાં રાખ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પ્રોફેસર અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી સુધીમાં તેના પીક ઉપર જવાની સંભાવના છે અને આ દરમયાન સંક્રમણના કેસો રોજના દોઢ લાખ સુધી જઈ શકે છે. તેણે દાવો કર્યો છે કે, દક્ષિણ આફ્રીકામાં ઓમિક્રોન વેરિયન્ટની થોડા મહિના પહેલા જ આઆવ્યો છે પરંતુ તે ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. તેણે જણાવ્યું કે, તેની પાછળનું કારણ તે છે કે ત્યાં 80 ટકા લોકોમમાં કોવિડની સામે નેચુરલ ઈમ્યુનીટી તૈયાર થઈ ચુકી છે. એટલે કે લોકો પહેલા જ કોવિડ-19 સંક્રમિત થઈને સ્વસ્થ થઈ ચુક્યાં છે.

ઓમિક્રોન વેરિયન્ટથી બીજી વખત સંક્રમણ અંગે તેમણે જણાવ્યું છે કે, અત્યારસુધીમાં એક જ સ્ટડી આવ્યું છે. જેના કારણે છેલ્લા ત્રણ મહીનામાં બીજી વખત સંક્રમણની સંખ્યામાં ત્રણ ગણો વધારો થઈ શકે છે. જો કે આંકડા ઘણા ઓછા છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમિત થનારા માત્ર 1 ટકા જ લોકો બીજી વખત સંક્રમિત થયા છે. અમારા સ્ટડી પ્રમાણે ઓમિક્રોન નેચરલ ઈમ્યુનિટીને વધારે બાયપાસ કરી રહ્યો છે. પરંતુ તેની વધારે ખરાબ અસર થઈ નથી રહી.

ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટને ફેલાતો રોકવા માટે નવા પગલા ઉઠાવવામાં આવી શકે છે. તેને લઈને પ્રોફેસર અગ્રવાલે કહ્યું હતું કે, કડક લોકડાઉન કરવા કરતા સાવધાની રાખવાની જરૂરત છે. તેણે કહ્યું છે કે, વધારે ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરો. જો સરકાર પ્રતિબંધ લગાવવા ઈચ્છે તો લગાવવો જોઈએ પરંતુ કડક લોકડાઉનથી બચવું જોઈએ.

