HomeGujaratNorth Gujaratકસ્ટમ વિભાગની કાર્યવાહી : દુબઇની ફલાઇટમાં આવેલા ભાવનગરના બે પેસેન્જર પાસેથી 2...

કસ્ટમ વિભાગની કાર્યવાહી : દુબઇની ફલાઇટમાં આવેલા ભાવનગરના બે પેસેન્જર પાસેથી 2 કિલો સોનુ જપ્ત

અમદાવાદ, શનિવાર

 દુબઇની ફલાઇટમાં આવેલા ભાવનગરના બે પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 2 કિલો સોનું પકડી પાડ્યું છે. કસ્ટમ વિભાગે દુબઇથી આવેલા પેસેન્જરોની તપાસ કરતા હતા ત્યારે એક મહિલા શંકાસ્પદ લાગતા તેને સ્કેનર મશીનમાં ચેક કરતા આ મહિલા કમરે બાંધેલા પટ્ટામાં સોનાની પેસ્ટ સંતાડીને લઈ જઈ રહી હતી.

   મહિલાની પૂછતાછ કરતા તેની સાથે એક પુરુષ મુસાફર હોવાની ખબર પડી હતી. કસ્ટમના અધિકારીઓએ આ પુરુષ મુસાફરની તપાસ કરતા તેની પાસેથી કંઈ મળી આવ્યું નહોતું. પરંતુ તેની બેગ સ્કેન કરવામાં આવતા તેની બેગની ફ્રેમમાં કંઈ વાધાજનક વસ્તુ દેખાઇ હતી. કસ્ટમના અધિકારીઓએ પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો. આ મુસાફર બેગની ફ્રેમમાં ગોલ્ડની પેસ્ટ બનાવીને લઇ જઇ રહ્યો હતો.કસ્ટમના અધિકારીઓએ આ ફ્રેમમાંથી પેસ્ટ સ્વરૂપે 1 કિલો સોનું બહાર કાઢ્યું હતું. જ્યારે મહિલાએ કમરમાં બાંધેલા બેલ્ટમાંથી પણ સોનાની 1 કિલો પેસ્ટ પકડાઈ હતી. આમ આ બન્ને મુસાફરો પાસેથી બે કિલો જેટલી ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. દાણચોરી કરતા આ મુસાફરોની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ભાવનગરના હોવાનું બહાર આવ્યું છે. વધુ પૂછપરછ માટે કસ્ટમ વિભાગે તેમની ધરપકડ કરી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW