HomeNational50 વર્ષ પહેલા આજના દિવસે શરુ થયું હતું ભારત પાક યુદ્ધ,ઇન્દિરા ગાંધીએ...

50 વર્ષ પહેલા આજના દિવસે શરુ થયું હતું ભારત પાક યુદ્ધ,ઇન્દિરા ગાંધીએ આ રીતે કરી હતી જાહેરાત

શોર્ય અને શહાદત વર્ણન કરતા યુદ્ધની રોચક કથા – ભાગ 1

આજથી 50 વર્ષ પહેલા પૂર્વ પાકિસ્તાનમાં સેનાનો આતંક વધતા મોટા પાયે સ્થાનિકો બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવતા શરણાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી હતી.જેનાથી ભારત સરકાર પરેશાન હતી હજુ આ ઓછું હોય તેમ પાકિસ્તાને ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કરી ભારતની સરહદમાં 11 લડાકુ વિમાનો ઘુસાડ્યા હતા.જોકે ભારતનું સૈન્ય અગાઉથી તૈયારીમાં હોવાથી આ વિમાનોને તોડી પાડ્યા હતા આ સાથે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મોડી સાંજે રેડિયો પર ભારત પાકિસ્તાન યુદ્ધની જાહેરાત કરી હતી.આ યુદ્ધની જાહેરાત થઇ ત્યારે તારીખ હતી ૩ ડીસેમ્બર 1971 આ વર્ષે ભારત પાક યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થયા છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો


ભારત આઝાદ થતાની સાથે ભારતના બે ભાગલા થયા અને ભારત પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાન મુખ્યત્વે બે ભાગમાં વેચાયેલું હતું જેમાં એક પૂર્વ પાકિસ્તાન જયારે બીજું પશ્ચિમ પાકિસ્તાન આ પૂર્વ પાકિસ્તાનમાં સેનાના આતંક શરૂ થયા જે તે વખતે અહી સ્વતંત્રતાની માંગણી સાથે આંદોલન શરુ થયા હતા આ આંદોલનને ડામવા સેનાએ સર્ચ ઓપરેશન સર્ચ સેટેલાઈટ શરુ કર્યા હતા જેમાં લાખો નાગરિકોના મોત થયા હતા તેમજ 30 લાખથી વધુ મહિલાઓ સાથે બળાત્કાર થયા હતા.એ સમયે પૂર્વ પાકિસ્તાનમાં સાડા 6 કરોડ જેટલી વસ્તી હતી.જેમાંથી એક કરોડ જેટલા નાગરિકો ભારતની સરહદ પર હતા.


ભારત શરણાર્થીઓને કેમ્પમાં રહેવા જમવા સહિતની પ્રાથમિક સગવડ આપતુ હતું. જેના કારણે ભારત પર આર્થિક બોજ સતત વધતો હતો જેના કારણે તેઓએ ફ્રાંસ રશિયા બ્રિટન અને અમેરિકા તમામ દેશમાં રજૂઆત કરી પણ સફળતા મળી ન હતી. બીજી તરફ પાકિસ્તાન સેના ઘુસણખોરી કરી રહ્યું હતું ભારત સાથે પાકિસ્તાન યુદ્ધના ઈરાદાથી પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ યાહ્યા ખાને 23 નવેમ્બરે દેશભરમાં કટોકટી ઘોષિત કરીને યુદ્ધની જાહેરાત કરી ભારત તો અગાઉથી જ તૈયારીમાં જ હતું ભારતે અગાઉથી જ પોતાની સેના ગોઠવી રાખી હતી ત્રીજી ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાને સાંજના સમયે એક સાથે 11 લડાકુ વિમાન મોકલ્યા હતા. આ વિમાન આગ્રા,અગરતલા,શ્રીનગર,પઠાણકોઠ,ભુજ અંબાલા સહિતના એરબેજ પર હુમલો કરી દીધો હતો ભારતને મોટું નુકશાન થયું ન હતું જોકે ભારતની વાયુ સેનાએ 4 વિમાન તોડી પાડ્યા હતા.

પાકિસ્તાનના આ હુમલાની સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી.તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ મોડી સાંજે રેડિયો પર યુદ્ધની જાહેરાત કરી હતી અને આ યુદ્ધ એશિયામાં નવા દેશના નિર્માણનું કારણ બન્યું યુદ્ધ પૂર્ણ થતાની સાથે બાંગ્લાદેશ તરીકે નવા રાષ્ટ્રનો જન્મ થયો.

આ રોચક અને શોર્યગાથા વર્ણન કરતા યુદ્ધની રોચક કથા આગળના અંકમાં વાંચો માત્ર INDIA EXACT પર

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW