HomeNationalકેરળમાં CPI(M) નેતાની હત્યા, હુમલાખોરે 11 ચાકુના ઘા માર્યા

કેરળમાં CPI(M) નેતાની હત્યા, હુમલાખોરે 11 ચાકુના ઘા માર્યા

કેરળ,શુક્રવાર

   કેરળમાં CPI(M) નેતા પીબી સંદીપ કુમારની ગુરુવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે પઠાનમિટ્ટાના પેરીંગારા ખાતે સંદીપ કુમારની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 2 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે બની હતી. પાર્ટીના રાજ્ય સચિવે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી. આ નેતા દારૂડિયા અને દુકાનદાર વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા આવ્યા હતા.હત્યા બાદ CPI(M) એ આરોપ લગાવ્યો છે કે સંદીપ કુમારની હત્યા RSSના ગુનેગારોએ કરી હતી. બીજી તરફ આ હત્યા સાથે ભાજપ કે આરએસએસને કોઈ લેવાદેવા નથી તેમ જિલ્લા ભાજપ વતી નિવેદન જારી કરવામાં આવ્યું છે.

  CPI(M)ના નેતા સંદીપ કુમારની પઠાનમિટ્ટા જિલ્લાના પેરીંગારા ખાતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. 34 વર્ષીય સંદીપ કુમારને હુમલાખોરે 11 વાર ચાકૂના ઘા માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાર્ટીનો સ્થાનિક સેક્રેટરી હતો. આ ઘટના 2 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે બની હતી. પાર્ટીના રાજ્ય સચિવે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી. આ મામલે રાજકારણ ગરમાવા લાગ્યું છે. CPI(M) રાજ્ય સચિવાલયે એક નિવેદન બહાર પાડીને આ હત્યાકાંડ માટે RSSને જવાબદાર ઠેરવ્યું હતું અને આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ઝઘડાનું સમાધાન કરવા આવેલા સંદીપ કુમાર પર હુમલાખોરે એટલો નિર્દયતાથી હુમલો કર્યો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું . પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક દારૂડિયા અને દુકાનદાર વચ્ચેનો ઝઘડો ઉકેલવા આવ્યા હતા. ત્યાંથી નીકળ્યા પછી, હુમલાખોરે બાઇક પર તેમનો પીછો કર્યો અને પછી તેમને ચાકૂના ઘા માર્યા હતા.CPI(M) એ તેના ટ્વિટર હેન્ડલ પર સંદીપ કુમારની તસવીર શેર કરીને ઘટના વિશે માહિતી આપી. પાર્ટીએ તેમની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો.

અગાઉ પણ આરએસએસ કાર્યકરની હત્યાનો મામલો સામે આવ્યો હતો
  કેરળમાં ભૂતકાળમાં પણ કથિત રાજકીય હત્યાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. આ પહેલા કેરળના પલક્કડમાં 15 નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર્તા 27 વર્ષીય એસ. સંજીતની 50 થી વધુ વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના બે હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપે NIA પાસેથી તપાસની માંગણી કરી છે . સંજીત તેની પત્નીને ઓફિસેથી લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ સંજીત પર 50 થી વધુ વખત છરી વડે હુમલો કર્યો હતો. હત્યાકાંડ બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ભાજપ પહેલાથી જ આ હત્યાકાંડમાં PFIની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહી છે. ભાજપનો આરોપ છે કે પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) હત્યામાં સામેલ છે. આ બાબતને લઈને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસની માંગણી કરી હતી. ગૃહમંત્રીને સોંપવામાં આવેલા પત્રમાં બીજેપી નેતાએ લખ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં કથિત જેહાદી જૂથો દ્વારા કેરળમાં RSS-BJPના 10 કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 આરએસએસ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW