અમદાવાદ, શુક્રવાર
ઉતર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે એક માથાફરેલા યુવકે અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા આખું તંત્ર દોડતું થઇ ગયું છે. અયોધ્યામાં હાઈ એલર્ટ અપાયો છે. આ પહેલા ગત મહીને યૂપી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. આતંકવાદી સંગઠન લશ્કર -એ -તઇબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખનૌ,અયોધ્યા, કાનપૂર,વારાણસી સહીત 46 રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આ ગુપ્ત માહિતી બાદ રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. લખનૌ,કાનપૂર સહિતના સ્ટેશન પર RPF,GRPઉપરાંત પોલીસ સહીત સ્નીફર ડોગ સક્વોડે પણ નિરીક્ષણ કર્યું હતું. સઘન તલાશી અભિયાન પણ થયું હતું.
અયોધ્યામાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસે પ્રવેશ દ્વાર, ધર્મશાળાઓ, ઉપરાંત રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ,પર સુરક્ષા વધારી દીધી છે.ગુરુવારે કોઈ અજાણ્યા શખ્સે 112 નંબર પર ફોન કરી ધમકી આપી હતી. ધમકી આપનારો યુવક અમદાવાદનો હોવાનું જણાવાયું છે. ધમકી મળ્યા બાદ,અયોધ્યામાં સ્થાનિક પોલીસે સતર્કતા વધારી દીધી હતી. અયોધ્યા ધામના પ્રવેશ દ્વાર પર ચેકિંગ સખ્ત બનાવી દેવાયું છે. સાથોસાથ ID પ્રૂફ ચેક થયા બાદ જ લોકોને પ્રવેશવા દેવામાં આવે છે. બીજી બાજુ,ખૂણે-ખાંચરે ‘બ્લેક કેટ કમાન્ડો’ તહેનાત કરી દેવાયા છે.પોલીસના અધિકારીઓએ પણ કાફલા સાથે યલો ઝોનમાં રૂટ માર્ચ કર્યો હતો. તમામ સુરક્ષા પોઈન્ટને એક્ટીવ કરી દેવાયા છે.પ્રદેશ પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ યલો ઝોન પર ATS એ નિરીક્ષણ પણ કર્યું હતું. અયોધ્યાના પ્રવેશ માર્ગ પર સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ અયોધ્યામાં કરવામાં આવેલા ‘સુરક્ષા ચક્ર’ની સ્થિતિનું અવલોકન પણ કર્યું હતું. (ફાઇલ ફોટો)

