HomeGujaratકચ્છમાં રણોત્સવ શરૂ, જાણો આ વખતે શું છે નવું

કચ્છમાં રણોત્સવ શરૂ, જાણો આ વખતે શું છે નવું

કચ્છ જિલ્લા ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કચ્છ રણ ઉત્સવ તા. 1 નવેમ્બર 2021 થી 20 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિથી કંટાળેલા લોકો માટે રણોત્સવ એક ખાસ આકર્ષણ ધરાવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે શું છે નવું.

આ વખતે કચ્છમાં ડોમેસ્ટિક પ્રવાસીઓનું બુકીંગ વધી રહ્યું છે તા.25 ડિસેમ્બર થી તા. 31 ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે. તમામ ટેન્ટ બુક થઈ ગયા છે. મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હીના પ્રવાસીઓએ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે. પૂનમ માટે પણ ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું છે. હજુ છેલ્લાં બે વર્ષ કરતા આ વર્ષે સારું બુકિંગ થશે તેવું લાગી રહ્યુ છે. પર્યટકો વ્યુ પોઈન્ટ પર આખા રણને નિહાળી શકે છે. ટેન્ટ સિટીમાં રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે. શિયાળી ઠંડી જામી છે ત્યારે એવામાં ખાસ કરીને કચ્છમાં ઋતુ એકદમ આહલાદક થઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW