HomeGujaratગુજરાત કોંગ્રેસની જૂથબંધી ખતમ કરવા રાહુલ ગાંધી આકરા પાણીએ  ઃ જે કોંગ્રેસ...

ગુજરાત કોંગ્રેસની જૂથબંધી ખતમ કરવા રાહુલ ગાંધી આકરા પાણીએ  ઃ જે કોંગ્રેસ પ્રમુખ બનશે તે વિધાનસભા ચૂંટણી લડી શક્શે નહી 

ગાંધીનગર,ગુરૂવાર

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદને લઈ છેલ્લા ૯ મહિના કરતાં વધારે સમયથી કોકડુ ગૂંચવાયેલું છે અને હવે એકાદ બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, જે કોંગ્રેસ પ્રમુખ બનશે તે વિધાનસભાની ચૂંટણી લડી શક્શે નહી. રાહુલ ગાંધીના આ આદેશ બાદ પછી કેટલાય નેતાઓ કે જેઓ પ્રમુખ પદ બનવાના અને ચૂંટણી લડવાના સપના જાેઈ રહ્યા હતા તેમના સપના ચકનાચૂર થઈ ચૂક્યા છે. પ્રમુખ પદ માટે જેમનું નામ સૌથી ટોપ ઉપર ચાલી રહ્યું છે તે જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા છે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી શકે છે. બીજી તરફ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે સવારે જ દિલ્હીથી પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કરેલા આદેશ બાદ કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓના મોંઢા વિલાઈ ચૂક્યા છે અને હવે પ્રમુખ પદ માટે દીપક બાબરિયા જ ફીટ બેસી શકે તેમ હોવાનું જાણવા મળી રહ્યું છે.

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતાને લઈ છેલ્લા કેટલાય સમયથી માથાપચ્ચી ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી આડે માંડ એક વર્ષનો સમય બાકી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ મામલો હાથ ઉપર લીધો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની જૂથબંધીથી રાહુલ ગાંધી સારી રીતે વાકેફ છે અને હવે આદેશ કર્યો છે કે, જે પણ નેતા કોંગ્રેસનો પ્રમુખ બનશે તે વિધાનસભાની ચૂંટણી લડી શક્શે નહી. રાહુલ ગાંધીના આ આદેશ બાદ કેટલાય નેતાઓ કે જે પ્રમુખપદના દાવેદાર હતા તે રેસમાંથી બહાર થઈ ચૂક્યા છે. ખાસ કરીને ભરતસિંહ સોલંકી જૂથ પોતાના વિરોધી જૂથના નેતાની પસંદગી કરવામાં આવે તેનું વિરોધ કરતું હતું તો મોઢવાડિયા જૂથ પણ વિરોધ કરી રહ્યું હતું જેના કારણે હાઈકમાન્ડ કોઈ નિર્ણય લઈ શક્તું નહોતું. જાે કે, હવે રાહુલ ગાંધીના આદેશ બાદ પ્રમુખ પદનો માર્ગ મોકળો થયો છે અને સંભવત એકાદ બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રમુખ પદ માટે દીપક બાબરીયા રાહુલ ગાંધીના ક્રાઈટ એરિયામાં ફીટ બેસે છે અને આ સિવાય જગદીશ ઠાકોર ઉપર પણ ચર્ચા ચાલી છે અને આજે તેઓ દિલ્હી પહોંચ્યા છે. દીપક બાબરિયાએ અગાઉ કહ્યું છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણી લડવા માગતા નથી. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, બાબરિયાને જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાંટાળો તાજ પહેરાવવામાં આવશે. જાે કે, કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, જગદીશ ઠાકોરને પણ મહત્વની જવાબદારી મળી શકે છે. વિપક્ષી નેતા આદિવાસી કે ઓબીસી સમાજમાંથી આવી શકે છે અને આ સિવાય નારાજગી ન ફેલાય તે માટે સિનિયર નેતાઓને પણ સંગઠનમાં મહત્વના હોદ્દા અપાઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW