મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની દફતરી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબર અને દરેક રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી હતી અને હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત કરવામાં આવી હતી અને અભયારણ્યની સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ અને વાંકાનેર મામલતદાર હાજર રહ્યા હતા.
