HomeGujaratમોરબી હળવદ રોડ પર કારે પાછળથી ઠોકર મારતા ટ્રેક્ટર ચાલક નીચે પટકાયો,ગંભીર...

મોરબી હળવદ રોડ પર કારે પાછળથી ઠોકર મારતા ટ્રેક્ટર ચાલક નીચે પટકાયો,ગંભીર ઈજાથી થયું મોત

મોરબી હળવદ રોડ પર થી  જીજે 36એકે 6669 નંબરનું ટ્રેક્ટર લઈને જતા રાકેશભાઈ સવજી ભાઈ ભુરીયા અને ઉદેશિંગભાઈ  આવેલા ઘૂટું અને ઉચી માંડલ ગામ વચ્ચે પહોચ્યા હતા તે દરમિયાન પાછળથી પુર ઝડપે આવેલી જીજે 01 ડબ્લ્યુ એચ 7118 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી અચાનક ટ્રેક્ટરને લાગેલી ટક્કર ના કારણે ચાલક રાકેશભાઈ  સવજીભાઈનું સંતુલન ન જળવાતા તેઓ ટ્રેક્ટરની ડ્રાઈવર સીટ પરથી નીચે પડી ગયા હતા અને માથાના ભાગે તેઓને ગંભીર ઈજા પહોચી હતી જેના કારણે તેઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં  મૃતકના પત્ની ચંદ્રિકાબેન રાકેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર જીજે 01 ડબ્લ્યુ એચ 7118 ચાલક સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW