HomeGujaratલક્ષ્મીનગરના કોમન પ્લોટમાં ગ્રામ પંચાયત ઘરના બાંધકામ નિર્માણ પર હાઈકોર્ટે સ્ટે...

લક્ષ્મીનગરના કોમન પ્લોટમાં ગ્રામ પંચાયત ઘરના બાંધકામ નિર્માણ પર હાઈકોર્ટે સ્ટે લગાવ્યો

મોરબી તાલુકાના નવા સાદુળકા રેવન્યુ વિસ્તારમાં આવતા લક્ષ્મીનગર ગ્રામ પંચાયતના નવા પંચાયત ઘર બનાવવા માટે ફાળવેલી જમીન અનુ સૂચિત જાતિના લોકોના સાર્વજનિક વપરાશના કોમન પ્લોટની નીકળી હતી જે બાદ સ્થાનિકો દ્વારા આ જગ્યા બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબતે તેઓએ જિલ્લા પંચાયત જિલ્લા કલેકટર અને અનુસુચિત જાતિ આયોગ સુધી પણ રજૂઆત કરી હતી જોકે આ અંગે ત્યાંથી કોઈ સકારાત્મક પ્રતિશાદ ન મળતા અંતે તેઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ આ અંગે કોર્ટે ગામની પંચાયતને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો અને કોર્ટે આગામી સુનાવણી સુધી પંચાયતના નિર્માણ કામ પર સ્ટે લગાવ્યો હતો.

આ જમીનનો ઈતિહાસ જોઈએ તી આશરે 3 એકર જમીન 2001માં રહેણાંક હેતુ માટે બિન ખેતી ની મંજુરી આપવામાં આવી હતી અને લે આઉટ મુજબ 30 જેટલા રહેણાંક પ્લોટની સાથે રહિશોના જાહેર ઉપયોગ,સામાજિક અને ધાર્મિક પ્રસંગની ઉજવણી માટે 20,917 ચોરસ ફૂટના બે કોમન પ્લોટ ફાળવાયા હતા. હાલ અહી અનુસુચિત જાતિ ના 30 પરીવાર વસવાટ કરે છે અગાઉ પણ એક કોમન  પ્લોટમાં સ્મશાન કરી દેવામાં આવ્યા બાદ બીજા કોમન પ્લોટમાં પંચાયત ઘરના નિર્માણ થતા અરજદાર ગૌતમભાઈ પરમારે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW