HomeGujaratકતલ કરવાના ઇરાદે ખંભાળિયા લઈ જવાતા 8 પાડાને ડાયમંડ નગર નજીક ગૌ...

કતલ કરવાના ઇરાદે ખંભાળિયા લઈ જવાતા 8 પાડાને ડાયમંડ નગર નજીક ગૌ રક્ષકોએ બચાવી લીધા

મોરબીના ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનોની ટીમેં પીપડીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી કથિત રીતે કતલ માટે લઈ જવાતા 8 પાડી પાડાને બચાવ્યા હતા. માળિયા જામનગર હાઈવે પર  આમરણ અને ડાયમંડનગર વચ્ચે  બોલેરો પીકપ વાહન રોકાવી તપાસ કરતાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તમામ પશુઓને છોડાવી મોરબી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

મોરબીના અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, હિન્દુ યુવા વાહિની સહિતના સંગઠનોના કાર્યકરોને બાતમી મળી હતી કે કચ્છના નખત્રાણા તરફથી માળીયા થઈ દ્વારકાના ખંભાળિયા તરફ બોલેરો ગાડી રજી.નં. GJ-11-Z-8154 માં મોટી સંખ્યામાં પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે મોરબી આમરણ ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદની શિવસેના અખિલ વિશ્વ  ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી પીપળીયા ચાર રસ્તા વિસ્તારમાં વોચગોઠવી હતી.દરમિયાન બાતમીવાળું વાહન પસાર થતાં ગૌરક્ષકોએ તેનો પીછો કરી આમરણ પાસે રોકાવ્યું હતું અને પોલીસ હેલ્પલાઇનને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં વાહનની તપાસ કરતાં અંદરથી 8 પાડા મળી આવ્યા હતા જે બાદ તમામ પશુઓને છોડાવી  મોરબી પાંજરાપોળ ખાતે સોપવામાં આવ્યા હતા જયારે બોલેરોમાં સાથે ઝડપાયેલ ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW