HomeGujaratમોરબીમાં ‘સગુલ સ્પા’ પર પોલીસનો દરોડો, બે સંચાલકો સામે ગુનો નોંધાયો

મોરબીમાં ‘સગુલ સ્પા’ પર પોલીસનો દરોડો, બે સંચાલકો સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે લાલપર ગામની સીમમાં આવેલા રાધિકા હોટેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે કાર્યરત ‘સગુલ સ્પા’માં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મહિલા કર્મચારીઓના જરૂરી બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા વિના તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કર્યા વગર સ્પા ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે બે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે લાલપર ગામ નજીક રાધિકા હોટેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા ‘સગુલ સ્પા’ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન સ્પાના રિસેપ્શન કાઉન્ટર પર હાજર અજયભાઈ દીપકભાઈ ભાયાણી (રહે. રામેશ્વર નગર, જલારામ સોસાયટી, મોરબી) અને ઉમંગભાઈ જનકભાઈ વ્યાસ (રહે. બુટા બાવાની બજાર, મોરબી) સ્પાનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ તપાસમાં સ્પામાં નોકરી કરતી મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ તૈયાર કરીને પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગને લગતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં સંચાલકો નિષ્ફળ રહ્યા હતા.

આથી પોલીસે પંચોની હાજરીમાં બંને સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW