HomeGujaratમોરબીમાં બસ અને બાઇક અકસ્માતની ઘટના માં યુવાન ઇજાગ્રસ્ત, સારવાર અર્થે...

મોરબીમાં બસ અને બાઇક અકસ્માતની ઘટના માં યુવાન ઇજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં ઇજાગ્રસ્ત  યુવાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના

મોરબીના નેશનલ હાઇવે પર આવેલા ત્રાજપર ચોકડી થી શોભેશ્વર રોડ પર આવેલા સર્વિસ રોડ પર પોતાની જીજે 36 એચ 4056 નંબરનું બાઇક લઈને હિતેશભાઈ બાવજીભાઈ મકવાણા જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી જીજે 36 વી 1546 નંબરની બસ ના ચાલકે ઠોકર મારતા હિતેશભાઈ નીચે પડી ગયા હતા આ બનાવમાં હિતેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે

બનાવ બાદ ઈજાગ્રસ્ત યુવકના ભાઈ જયેશભાઈ બાવજીભાઈ મકવાણા એ બી ડિવિઝન પોલીસ મથકે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવના શરત ચૂક થી મૃત્યુ ના સમાચાર છપાયા હતા જોકે પરિવાર દ્વારા યુવાન સારવારમાં હોવાનું અને તબિયતમાં સુધારો હોવાની પુષ્ટિ કરી છે. ઇન્ડિયા એક્ઝેટ પરિવાર  તે સમાચાર બદલ ખેદ વ્યક્ત કરી ઇજાગ્રસ્ત યુવાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW