મોરબી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે. ગત તા. ૧૨ નવેમ્બર ૨૦૨૬ ના રોજ સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં આરોપી નવીનભાઈ મનસુખભાઈ માનેવાડીયાએ ફ્રિયાદી મયૂરભાઈ લવજીભાઈ ધોડકીયા (રહે. ઇન્દિરાનગર) પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નવીન મનસુખભાઈએ ફરીયાદી મયૂરભાઈને ધોકા વડે જમણા હાથે કોણીના ભાગે તથા ડાબા હાથે કાંડાની પાસે ગંભીર ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આ સાથે જ મોઢાની ડાબી તરફ સામાન્ય ઈજા કરી જાહેરમાં અશ્લીલ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ બનાવ અંગે ભોગ બનનાર મયૂરભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે આરોપી નવીન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૧(૩), ૨૯૬(ખ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


