ઓરિસ્સા ના ભુવનેશ્વર દિવાળી પર્વ દરમિયાન એક નિવૃત ડીએફઓ ના પત્નીનું ગળું દબાવી હત્યા કરી સોનાના દાગીનાની લૂંટ ની ચકચારી ઘટના બની હતી.આ ઘટનાનો આરોપી તેનો જ કેર ટેકર હોવાનું અનેગુજરાતમાં હોવાની બાતમી આધારે સુરત અને વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધો હતો. ઓરિસ્સાના ભુવનેશ્વર શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં નિવૃત ડીએફઓ ના પત્નીના કુંજલતાબેન નંદાના ઘરમાં કેર ટેકર તરીકે કામ કરતો બલભદ્ર રામચંદ્ર મહારાજ નામના શખ્સ દ્વારા નંદાબેનનું ગળું દબાવી હત્યા કરી 32 હજાર રૂપિયા થી વધુ કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો જે શખ્સ ભુવનેશ્વર થી લુધિયાણા ગુજરાતમાં આવ્યો હોવાની સુરત સિટી પોલીસને બાતમી મળી હતી. સિટી કમિશનરના આદેશ મુજબ અને જોઈન્ટ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં તેમજ વિવિધ ઝોનના ડીસીપી એસીપી સહિતની ટીમ દિવાળી તહેવાર દરમ્યાન ચોરી લૂંટ અને અન્ય ગુનાહિત કૃત્ય અટકાવવા અને જુના ગુના ઉકેલવા કાર્યરત હતી દરમિયાન આ બાતમી મળતા એક ટીમ બનાવી તાત્કાલિક એક્ટિવ કરવામાં આવી હતી જેના દ્વારા તપાસ કરતા બસ માં બેસી દિલ્હી જવા નીકળ્યો હતો. આ આઘારે તેનો પીછો કરતા આરોપી વડોદરા હાઇવે પર હોવાનું પાકુ લોકેશન મળી આવ્યું હતું જે બાદ સુરત પોલીસે વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરજણ નજીક થી દબોચી લીધો હતો અને ભુવેનેશ્વર પોલીસ હવાલે કર્યો હતો.
ઓરિસ્સાના ભુવનેશ્વરમાં વૃધ્ધા સાથે લૂંટ વિથ મર્ડર કરી ગુજરાતમાં આવી જનાર આરોપીને સુરત પોલીસે દબોચી લીધો
RELATED ARTICLES


