HomeGujaratહળવદના અમરાપર ગામે નીલગાયના શિકાર પ્રકરણમાં એક શખ્સ ઝડપાયો

હળવદના અમરાપર ગામે નીલગાયના શિકાર પ્રકરણમાં એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અમરાપર ગામની સીમમાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ કાયદાને ઠેંગો બતાવીને નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કાર અને બાઈક દ્વારા નીલગાયનો પીછો કરી, તેની પજવણી બાદ શિકાર કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફિલ્મી ઢબે દરોડો પાડી એક શખ્સની ધરપકડ કરી લીધી છે.

વીડિયો વાયરલ થતા વન વિભાગની એક્શન
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદના અમરાપર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા નિર્દોષ વન્યજીવ નીલગાયનો કાર અને મોટરસાઈ ત્રાસ આપી શિકાર કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ ત્વરિત તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી આ ઘટનાને વન વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી હતી.
*ફિલ્મી ઢબે ગાડી ભટકાવી ભાગવાનો પ્રયાસ*
વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા શખ્સો અમરાપર વિસ્તારમાં જ છે. જેના આધારે વન વિભાગની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પકડાઈ જવાની બીકે આરોપીએ પોતાની કાર વન વિભાગની સરકારી ગાડી સામે ભટકાડી દીધી હતી અને ફિલ્મી ઢબે નાસી છૂટવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. જો કે, વન વિભાગના સતર્ક કર્મચારીઓએ ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ
આ કેસમાં વન વિભાગે મુખ્ય આરોપી શોકત અલી તાજ મહંમદ બેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોમાં અન્ય શખ્સો પણ નજરે પડી રહ્યા છે, જેઓ આ શિકારની ઘટનામાં સામેલ હોવાનું મનાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા આ તમામ ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW