HomeGujaratમોરબીમાં દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ. ૩૭,૧૬૫નો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં દારૂની ૬૫ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ. ૩૭,૧૬૫નો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન નવા સાદુળકા ગામની સીમમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવેલી અન્નપૂર્ણા હોટલ સામે પહોંચી હતી. તે દરમિયાન રોડની સાઈડમાં ત્રણ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલા એક શખ્સને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની કુલ ૬૫ બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલોની કિંમત રૂ. ૩૬,૭૨૫ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૩૭,૧૬૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ અરબાઝ બરકતઅલી જીવાણી (ઉંમર ૨૭ વર્ષ, રહે. માર્કો સોસાયટી, ધૂટિયા રોડ, મોરબી) હોવાનું જણાવ્યું હતું. દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન મળી આવતાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW