HomeGujaratમોરબીમાં પ્રભારી મંત્રીના હસ્તે ખેડૂતોને સહાય ,પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબીમાં પ્રભારી મંત્રીના હસ્તે ખેડૂતોને સહાય ,પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણનો વ્યાપ વધે અને ખેતી વધુ સરળ તથા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર તેમજ અન્ય ખેત ઓજારો માટે આધુનિક સહાયકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારી સહાયમાં પારદર્શકતા જળવાઈ રહે અને લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે માટે ડિજિટલ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જેના ભાગરૂપે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) અંતર્ગત વર્ષ 2018 -19 થી અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના 1,10,394  ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. 369.28 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન પાત્ર ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા ૨૫ જેટલા લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીસા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘કિસાન સન્માન દિવસ’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક સુનિલકુમાર બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઠવી, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જેન્તીભાઈ રાજકોટિયા અને  નવનીતભાઈ કુંડારીયા,જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મદદનીશ બાગાયત અધિકારી બ્રિજેશ જેઠલોજા, સિનિયર સાયન્ટિસ્ટ એમ.એ. ભોરણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW