HomeGujaratમોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી...

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ તેમજ ‘પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાના 3 ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે બોર સરકામ, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને નવા કૂવા નિર્માણ સહિત કુલ રૂ. 22,98,390ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો તથા પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW