HomeGujaratમાળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત

માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત

માળિયા તાલુકાના વિવિધ ગામોમાં ડામર રોડની બાજુમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને બાવળના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય હિરાબેન અશોકભાઈ વીડજાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, માળિયા તાલુકાના માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર સહિતના ગામોમાં ડામર રોડની બંને બાજુએ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા અને બાવળ ઉગી નીકળ્યા છે. જેના કારણે રોડ પર વાહનચાલકોને આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોવાથી અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને વરસાદી સિઝનમાં ઝાડી-ઝાંખરા વધુ વિકસતા હોવાથી રોડની બાજુનો વિસ્તાર જોખમી બની જાય છે.

આ ઉપરાંત રોડની બાજુમાં ઉગી નીકળેલા જંગલી કાંટાળા છોડના કારણે વાહનચાલકોને અવરજવરમાં પણ પરેશાની થતી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. જેથી સંબંધિત તંત્ર દ્વારા ડામર રોડની બંને બાજુના ઝાડી-ઝાંખરા તથા બાવળ દૂર કરી સફાઈ અને કાપકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW