મોરબીના નવલખી પોર્ટ ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના નવા FGM બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાએ પદભાર સંભાળ્યો છે. તેમના આગમનને પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ગાંધીનગર તથા સ્થાનિક કર્મચારી સંઘ મોરબીના આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત યોજી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ગાંધીનગરના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંઘ મોરબીના પ્રમુખ જે.એલ. ધાંજા, મંત્રી જે.ટી. નાચિયા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ નવલખી પોર્ટ ખાતે નવા બંદર અધિકારી કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન નવા અધિકારી સાથે પરિચય કેળવી પોર્ટના કર્મચારીઓ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

