HomeGujaratNDPS કેસમાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી SOGએ દબોચ્યો

NDPS કેસમાં છ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી SOGએ દબોચ્યો

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેતા આરોપીને મોરબી SOGની ટીમે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને વાવડી રોડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મોરબી SOG સ્ટાફને બાતમી મળી હતી કે, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં નાસતો ફરતો રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉં.વ. 59), હાલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતો અને મૂળ ગાંધીધામના ગણેશનગર સેક્ટર-7, પ્લોટ નં.87નો રહેવાસી, વાવડી રોડ પર કે.જી.એન. સોસાયટી પાછળના વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

બાતમીના આધારે SOG ટીમે વાવડી રોડ પર કે.જી.એન. સોસાયટી પાછળ આવેલા ઝૂંપડાઓ પાસે તપાસ હાથ ધરી હતી. જ્યાંથી રતનભાઈ ચુણાને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW