મોરબીના રવાપર ગામ થી જડેશ્વર તરફ જતા રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અગાઉ આ રોડનું કામ ધીમી ગતિ એ ચાલતું ફરિયાદ ઉઠતી હતી. જોકે હવે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે રોડના કામ માટે તાજેતર માં થઈ રહેલ દબાણ દૂર કરવાના કામમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ધૂનડા ગામના લોકો દ્વારા માર્ગ મકાન વિભાગ ના મુખ્ય ઇજનેરને પત્ર લખી રજુઆત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગામ લોકો દ્વારા શરૂઆત થી આ રોડ બાયપાસ થી કાઢવાની માગણી કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા ગામમાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને તેના માટે રોડ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે તંત્ર દ્વારા દબાણ દૂર કરવા રોડના સેન્ટરમાંથી બન્ને તરફ સરખું દબાણ દુર કરવાને બદલે એક તરફ વધુ જ્યારે એક તરફ ઓછું દબાણ રાખી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જો આ બાબતે કોઈ કડક કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

