HomeGujarat20 માસથી ફરાર અપહરણ કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

20 માસથી ફરાર અપહરણ કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 20 માસથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસની પકડમાં આવ્યો છે. મોરબી AHTU અને સીટી એ-ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે અમદાવાદના નારોલ વિસ્તારમાં કાર્યવાહી કરી આરોપી તેમજ ભોગ બનનાર સગીરાને શોધી કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ 137(2) અને 87 મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદીની સગીર વયની દીકરીને જસદણ, રાજકોટ જિલ્લાના રહેવાસી મગનભાઈ ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગર (ઉંમર 30 વર્ષ) અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનામાં આરોપી લાંબા સમયથી પોલીસથી બચી ફરતો હતો. દરમિયાન પોલીસને આરોપી અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે AHTU ટીમ તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી નારોલ વિસ્તારમાંથી આરોપી મગનભાઈ ઉર્ફે ગૌતમ ડાંગર તેમજ ભોગ બનનારને હસ્તગત કર્યા હતા.

બંનેને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW