HomeGujaratમોરબીમાં રખડતા ઢોર સામે મહાનગરપાલિકાની કાર્યવાહી, અત્યાર સુધીમાં 3,765 પશુઓને પકડવામાં આવ્યા

મોરબીમાં રખડતા ઢોર સામે મહાનગરપાલિકાની કાર્યવાહી, અત્યાર સુધીમાં 3,765 પશુઓને પકડવામાં આવ્યા

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયા દરમિયાન વધુ 15 પશુઓને પકડી લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા કુલ 3,765 રખડતા પશુઓ પકડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પરથી પકડવામાં આવેલા પશુઓને મોરબી જિલ્લા તથા આસપાસની ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. ANCD શાખા દ્વારા પશુ માલિકો માટેની નોંધણી અને પરમિટની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે 18 લાયસન્સનું રિન્યૂઅલ કરવામાં આવ્યું છે. ઘાસ વેચાણ માટે 33 લોકોને પરમિટ આપવામાં આવી છે અને 2 પરમિટનું રિન્યૂઅલ કરાયું છે.

પેટડોગની નોંધણી અંતર્ગત 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જ્યારે 6 ડોગ લાયસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પણ પોતાના પાલતુ શ્વાનની નોંધણી કરાવવા અપીલ કરી છે.

આ ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્યું છે. ANCD શાખા દ્વારા RFID તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. સાથે જ જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને પકડવાની કામગીરી પણ યથાવત્ રાખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW